શોધખોળ કરો

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે, જાણો અંબાલાલ પટેલે શું કરી આાગાહી?

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 9થી 12 જૂન વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે  વરસાદ વરસશે.

ગાંધીનગર : ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 9થી 12 જૂન વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે  વરસાદ વરસશે. વરસાદની આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 15 જૂન સુધી ગુજરાતમાં વિધિવત ચોમાસુ પહોંચવાની શક્યતા છે.  

તારીખ 10 જૂન સુધીમાં ચોમાસુ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈના ભાગો સુધી પહોંચવાની શક્યતા છે.  મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  15 જૂન સુધી ગુજરાતમાં વિધિવત ચોમાસુ પહોંચવાની શક્યતા છે.  

અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં તારીખ 17 જૂનથી વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.  વેલમાર્ક લો પ્રેશરના પગલે ગુજરાતમાં 22 જૂન સુધીમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે.  દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 

લા નીનોથી સપ્ટેમ્બર મહિનામાં તથા ગુજરાતમાં ઓકટોબર માસ સુધી ચોમાસુ લંબાઈ શકે છે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ આ આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગે શું કરી આગાહી ? 

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.  આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  પંચમહાલ, દાહોદ,વડોદરા,છોટા ઉદેપુર,ભરૂચ,સુરત,ડાંગ,નવસારી,વલસાડ,  તાપી,  દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. 

સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર,  ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીથી રાહત નહીં મળે. અમદાવાદ અને ગાંધીનગરમાં 43  ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

કેરલમાં ભારે વરસાદની આગાહી

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સતત આગળ વધી રહ્યું છે ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે કેરલમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ અને ભારે પવનની સંભાવના વ્યક્ત કરી છે. IMD અનુસાર, 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે તિરુવનંતપુરમ જિલ્લામાં એક કે બે જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે કોલ્લમ, પથાનમથિટ્ટા અને થ્રિસુર જિલ્લામાં એક કે બે સ્થળોએ મધ્યમ વરસાદ અને 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અપેક્ષા છે. હવામાન વિભાગે દક્ષિણ રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરી છે. કેરલના ચોમાસાની એન્ટ્રી થઈ છે.  સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થાય છે પરંતુ આ વખતે બે દિવસ વહેલા ચોમાસુ કેરલ પહોંચ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget