શોધખોળ કરો

હવે આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 2 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. હજુ પણ કમોસમી વરસાદ યથાવત રહેશે.

અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 2 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. હજુ પણ કમોસમી વરસાદ યથાવત રહેશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. અંબાલાલના અનુમાન મુજબ આજે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસવાનું અનુમાન છે. બપોર બાદ પાટણ મહેસાણા સહિતના આસપાસના વિસ્તારમાં ભારે પવનની સાથે વરસાદનું અનુમાન છે. 

સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદનું અનુમાન

અંબાલાલ પટેલના આંકલન મુજબ આગામી 2 દિવસ  સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદનું અનુમાન છે.  અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી 2 દિવસ બાદ રાજ્યમાં  તબક્કાવાર વરસાદના જોરમાં ઘટાડાનું અનુમાન છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 10મે સુધી છૂટ્ટોછવાયો વરસાદ વરસી શકે છે. 10થી 12 મે વચ્ચે રાજ્યમાં ભારે પવન સાથે છૂટછવાયા વરસાદનું અનુમાન છે.

ભારે વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર,  આજે ભાવનગર, અમરેલી, સુરત,ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં વરસાદ આજે ભૂક્કા બોલાવશે.  જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ,બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. 

અમદાવાદ,ગાંધીનગર,ખેડા,મહેસાણા,સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,દાહોદ,જામનગર,દ્વારકા,પોરબંદરમાં ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે.  રેડ એલર્ટ જિલ્લામાં વિજળીના કડાકા-ભડાકા સાથે ભારે પવન અને બરફના કરાની સાથે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

કમોસમી વરસાદથી 14 લોકોના મોત

ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતા અચાનક ઠેર-ઠેર કમોસમી વરસાદ તૂટી પડ્યો છે, છેલ્લા બે દિવસથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠુ થયુ છે, ગઇકાલે થયેલા માવઠાથી લોકોને મોટો માર પહોચ્યો છે. તાજા આંકડા પ્રમાણે, 53 તાલુકામાં પડેલા કમોસમી વરસાદથી 14 લોકોના મોત નીપજ્યા છે. આ આંકડા અલગ-અલગ જગ્યાના છે. આમાં સૌથી વધુ 4 મોત ઝાડ પડવાથી થયા છે. કમોસમી વરસાદના કારણે પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget