શોધખોળ કરો

આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ

આકરી ગરમી બાદ દિલ્હીમાં મેઘમહેરની આગાહી; ઉત્તરાખંડ અને હિમાચલ જઈ રહેલા પ્રવાસીઓને હવામાન વિભાગે આપી ખાસ ચેતવણી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આવતીકાલે ૧૩ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી.
  • દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહારમાં ભારે વરસાદ ગરમીથી રાહત લાવશે.
  • ઝારખંડ, પહાડી રાજ્યોમાં પ્રવાસીઓને વિશેષ સાવચેતી રાખવા સૂચના.
  • રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ગાજવીજ સાથે મેઘમહેર થશે.

Tomorrow weather report: છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા રાજ્યોમાં ચોમાસા વચ્ચે પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. વધતા તાપમાન અને બફારાથી લોકો પરેશાન છે. પરંતુ, હવામાન વિભાગ (IMD) ની લેટેસ્ટ આગાહી મુજબ, આવતીકાલે રવિવાર, 19 જુલાઈના રોજ હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 13 રાજ્યોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સાથે જ પહાડી વિસ્તારોમાં જઈ રહેલા પ્રવાસીઓને પણ ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ચાલો જાણીએ આવતીકાલે દેશભરમાં કેવું રહેશે હવામાન.

દિલ્હીમાં ગરમીથી મળશે રાહત, ભારે વરસાદનું એલર્ટ

દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર આકરી ગરમી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે. પરંતુ, રવિવારે દિલ્હીવાસીઓને આ ગરમીથી મોટી રાહત મળી શકે છે. હવામાન વિભાગે આવતીકાલે રાજધાની માટે ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. આગાહી મુજબ, દ્વારકાથી લઈને કનોટ પ્લેસ (CP) સુધીના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે, જેનાથી તાપમાનમાં ઘટાડો નોંધાશે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી

ઉત્તર પ્રદેશ (UP): દિલ્હીની જેમ યુપીમાં પણ આવતીકાલે મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. મેરઠ, આગ્રા, કાનપુર, સહારનપુર, મુઝફ્ફરનગર, અયોધ્યા, ગોરખપુર, વારાણસી અને પ્રયાગરાજ સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. કેટલીક જગ્યાએ વૃક્ષો પડવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે.

બિહાર અને ઝારખંડ: બિહારના પટના, ગયા, મુઝફ્ફરપુર, દરભંગા અને ભાગલપુર સહિતના વિસ્તારોમાં આવતીકાલે તોફાન સાથે વરસાદની આગાહી છે. જ્યારે ઝારખંડમાં પણ ધનબાદ, બોકારો, જમશેદપુર અને હજારીબાગ જેવા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદને કારણે 'વરસાદી રવિવાર' બની રહે તેવી પૂરી શક્યતા છે.

આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની નવી અને મોટી આગાહીઃ આ તારીખથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

પહાડી રાજ્યોમાં પ્રવાસીઓ માટે ખાસ સૂચના

જો તમે આ વીકએન્ડમાં પહાડો પર ફરવાનું આયોજન કરી રહ્યા છો, તો થોડી સાવચેતી રાખજો.

ઉત્તરાખંડ: હરિદ્વાર, નૈનિતાલ, ચમોલી અને રુદ્રપ્રયાગમાં ભારે વરસાદ અને તોફાની પવનોની આગાહી છે.

હિમાચલ પ્રદેશ: શિમલા, મંડી, કુલ્લુ અને સોલન જેવા લોકપ્રિય હિલ સ્ટેશનો પર ભારે વરસાદનું એલર્ટ હોવાથી પ્રવાસીઓને સતર્ક રહેવા જણાવાયું છે.

જમ્મુ-કાશ્મીર: જમ્મુ, અનંતનાગ, બારામુલ્લા અને કુપવાડા જેવા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની પ્રબળ સંભાવના છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ મેઘમહેર

પશ્ચિમ અને મધ્ય ભારતમાં પણ વરસાદનો માહોલ જામશે. રાજસ્થાનના જયપુર, અજમેર, બિકાનેર અને જેસલમેર સહિતના ભાગોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી છે. જ્યારે મધ્યપ્રદેશમાં ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન અને સાગર સહિતના વિસ્તારોમાં પણ આવતીકાલે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે.

Frequently Asked Questions

આવતીકાલ, 19 જુલાઈના રોજ કયા રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે?

હવામાન વિભાગ અનુસાર, આવતીકાલે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડાની આગાહી છે. પહાડી રાજ્યો જેવા કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ વરસાદ પડશે.

દિલ્હીમાં આવતીકાલે હવામાન કેવું રહેશે?

દિલ્હી-એનસીઆરમાં ગરમીથી રાહત મળશે, કારણ કે હવામાન વિભાગે આવતીકાલે રાજધાની માટે ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે, જેનાથી તાપમાનમાં ઘટાડો નોંધાશે.

પહાડી વિસ્તારોમાં પ્રવાસ કરતા લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ?

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર જેવા પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનોની આગાહી હોવાથી પ્રવાસીઓને સાવચેત રહેવા જણાવાયું છે. આયોજન કરતા પહેલા હવામાનની માહિતી તપાસવાની સલાહ આપવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં વરસાદની શું આગાહી છે?

ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ અને તેજ પવનની ચેતવણી છે, જેમાં વૃક્ષો પડવાની પણ આશંકા છે. બિહારમાં પણ પટના સહિતના વિસ્તારોમાં તોફાન સાથે વરસાદની આગાહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget