શોધખોળ કરો

અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ

અમરેલી, જામનગર અને વલસાડમાં મેઘમહેરથી ખેડૂતો ખુશ; વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ, પણ અમદાવાદ-દ્વારકામાં વરસાદની મોટી ખેંચ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું પુનરાગમન થયું.
  • રાજ્યના 36 તાલુકામાં એક ઈંચ સુધી વરસાદ વરસ્યો છે.
  • હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદનું એલર્ટ આપ્યું.
  • જોકે, રાજ્યમાં સરેરાશ 32 ટકા વરસાદની નોંધપાત્ર ઘટ હજુય.

Ahmedabad heavy rainfall: ગુજરાતમાં લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાએ ફરી પધરામણી કરી છે. ગઈકાલે મોડી રાત્રે અમદાવાદના સિંધુભવન રોડ, થલતેજ અને ઇન્કમટેક્સ સહિતના અનેક વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. બીજી તરફ, અમરેલી, જામનગર અને ભાવનગર જિલ્લામાં પણ મેઘમહેર થતાં લોકો અને જગતના તાતને બફારા અને ગરમીથી મોટી રાહત મળી છે. રાજ્યમાં શરૂ થયેલા વરસાદના આ નવા રાઉન્ડથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ક્યાં કેવો રહ્યો વરસાદી માહોલ?

મળતી માહિતી મુજબ, આજે રાજ્યના 36 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુરમાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, ભાવનગરના ઘોઘા અને મહુવામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજુલા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે હિંડોરણા, ભેરાઈ, કડિયાળી અને પીપાવાવ ધામમાં સારો વરસાદ નોંધાયો છે. લાઠી શહેરમાં પડેલા વરસાદી ઝાપટાંથી લોકોને રાહત મળી છે. જામનગરના જામજોધપુર તાલુકાના બુટાવદર ગામે તેમજ ગીર સોમનાથના ઉનામાં પણ મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ

હવામાન વિભાગની આગાહી અને યલો એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય થયા છે, જેના કારણે વરસાદનો આ બીજો રાઉન્ડ શરૂ થયો છે.

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, ડાંગ તેમજ દમણ અને દાદરા નગર હવેલી માટે 'યલો એલર્ટ' જાહેર કરીને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દરિયામાં કરંટ અને પવનની ગતિ જોતાં સાવચેતીના પગલાં રૂપે માછીમારોને હાલ દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં પણ આગામી સમયમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની નવી અને મોટી આગાહીઃ આ તારીખથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

ચિંતાનો વિષય: રાજ્યમાં હજુ પણ વરસાદની મોટી ઘટ

ભલે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હોય, પરંતુ સિઝનના આંકડાઓ હજુ પણ ચિંતા ઉપજાવે તેવા છે. રાજ્યમાં અત્યાર સુધી અપેક્ષા કરતાં ઘણો ઓછો વરસાદ નોંધાયો છે:

સમગ્ર ગુજરાત: રાજ્યમાં અત્યાર સુધીમાં 255.7 મિલીમીટરની અપેક્ષા સામે માત્ર 137 મિલીમીટર વરસાદ જ પડ્યો છે, એટલે કે એકંદરે 32 ટકાની મોટી ઘટ છે.

દ્વારકા: સૌથી ખરાબ સ્થિતિ દ્વારકાની છે. અહીં 233 મિલીમીટરની સામે માત્ર 8.4 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે દર્શાવે છે કે અહીં 96 ટકા ઓછો વરસાદ પડ્યો છે.

અમદાવાદ: અમદાવાદ શહેરમાં પણ અપેક્ષિત 227 મિલીમીટર સામે અત્યાર સુધી માત્ર 115 મિલીમીટર વરસાદ નોંધાયો છે, એટલે કે અહીં પણ 47 ટકાની ઘટ જોવા મળી રહી છે.

Frequently Asked Questions

ગુજરાતમાં કયા વિસ્તારોમાં તાજેતરમાં વરસાદ નોંધાયો છે?

ગઈકાલે મોડી રાત્રે અમદાવાદના સિંધુભવન રોડ, થલતેજ અને ઇન્કમટેક્સ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અમરેલી, જામનગર અને ભાવનગર જિલ્લામાં પણ મેઘમહેર થઈ છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ ક્યાં નોંધાયો છે અને આ વરસાદનું કારણ શું છે?

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુરમાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાથી વરસાદનો આ બીજો રાઉન્ડ શરૂ થયો છે.

હવામાન વિભાગે કયા વિસ્તારો માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે અને માછીમારો માટે શું સૂચના છે?

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, ડાંગ તેમજ દમણ અને દાદરા નગર હવેલી માટે 'યલો એલર્ટ' છે. માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે.

સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલા ટકા વરસાદની ઘટ નોંધાઈ છે?

સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં 255.7 મિલીમીટરની અપેક્ષા સામે માત્ર 137 મિલીમીટર વરસાદ પડ્યો છે, જે 32 ટકાની મોટી ઘટ દર્શાવે છે.

Advertisement

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Embed widget