શોધખોળ કરો

અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર

Ambalal Patel rain forecast: ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બફારો વધશે; મહારાષ્ટ્રમાં 10થી 12 જૂન વચ્ચે ચોમાસું બેસવાની વકી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચોમાસા પર વિપરીત અસર કરશે, ગરમી ઘટશે.
  • જોકે બફારો વધશે, 15 જૂન આસપાસ પ્રી-મોન્સૂન વરસાદ.
  • ખાસ કરીને 18 થી 28 જૂન વચ્ચે સારો વરસાદ પડશે.

Ambalal Patel rain forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસા અને વરસાદને લઈને એક નવું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા મુજબ, હાલમાં એક પછી એક સક્રિય થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ચોમાસા પર વિપરીત અસર પડી શકે છે. જોકે, આ સિસ્ટમના કારણે ગરમીમાં સામાન્ય ઘટાડો થશે પણ બફારો વધશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાના આગમન પહેલાનો વરસાદ શરૂ થઈ શકે છે અને ખાસ કરીને 18 થી 28 જૂન વચ્ચે રાજ્યમાં સારો એવો વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ચોમાસું પ્રભાવિત થશે

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર ભારત અને ઉત્તર-પૂર્વ ભારતમાં એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. આ વાતાવરણીય પલટાની અસર ગુજરાત પર પણ જોવા મળશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સૌથી મોટી વિપરીત અસર ચોમાસાની સિસ્ટમ પર કરશે, જેનાથી વરસાદની પેટર્ન બદલાઈ શકે છે. આ સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં મહત્તમ તાપમાનનો પારો તો ગગડશે, પરંતુ ભેજના કારણે અસહ્ય બફારો અને ઉકળાટ વધશે, જેથી લોકોને ગરમીથી ખાસ રાહત નહીં મળે.

15 જૂન આસપાસ ગુજરાતમાં વરસાદના એંધાણ

ચોમાસાની પ્રગતિ વિશે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, દેશમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. આગામી 10 થી 12 જૂન વચ્ચે ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશી શકે છે તેવું મજબૂત અનુમાન છે. આ સિસ્ટમ આગળ વધતા 15 જૂનની આસપાસ ગુજરાતમાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટી (ચોમાસા પહેલાનો વરસાદ) જોવા મળી શકે છે. આ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચોઃ છેલ્લા 24 કલાકમાં અહીં તૂટી પડ્યો વરસાદ! ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? હવામાન વિભાગે જાહેર કરી તારીખ

18 થી 28 જૂન વચ્ચે મેઘમહેર થશે

ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે સારા સમાચાર એ છે કે ભલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળે, પરંતુ જૂન મહિનાના અંત સુધીમાં વાતાવરણ વરસાદ માટે એકદમ સાનુકૂળ બની જશે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 18 થી 28 જૂનનો સમયગાળો ગુજરાત માટે ઘણો સારો રહેશે અને આ દિવસો દરમિયાન રાજ્યમાં સારો વરસાદ વરસવાની શક્યતાઓ છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું

Frequently Asked Questions

અંબાલાલ પટેલના તાજેતરના અનુમાન મુજબ ગુજરાતમાં ચોમાસાની શું સ્થિતિ રહેશે?

અંબાલાલ પટેલના મતે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચોમાસા પર વિપરીત અસર કરશે, છતાં ગરમી ઘટશે પણ બફારો વધશે. 15 જૂન આસપાસ પ્રી-મોન્સૂન વરસાદ અને 18 થી 28 જૂન વચ્ચે સારો વરસાદ પડશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ચોમાસા અને ગુજરાતના વાતાવરણ પર શી અસર થશે?

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચોમાસાની સિસ્ટમ પર વિપરીત અસર કરશે, વરસાદની પેટર્ન બદલશે. તાપમાન ઘટશે, પરંતુ ભેજને કારણે અસહ્ય બફારો અને ઉકળાટ વધશે.

ગુજરાતમાં ચોમાસા પહેલાનો વરસાદ (પ્રી-મોન્સૂન એક્ટિવિટી) ક્યારે જોવા મળી શકે છે?

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, 15 જૂનની આસપાસ ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. આ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

અંબાલાલ પટેલ મુજબ ગુજરાતમાં જૂન મહિનામાં કયા સમયગાળા દરમિયાન સારો વરસાદ પડશે?

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, 18 થી 28 જૂનનો સમયગાળો ગુજરાત માટે સારો રહેશે. આ દિવસો દરમિયાન રાજ્યમાં સારો વરસાદ વરસવાની શક્યતાઓ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Advertisement

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Embed widget