શોધખોળ કરો

Gujarat Rain:  અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ ગુજરાતમાં 22 જુલાઈથી લઈને 30 જુલાઈ સુધીમાં જળબંબાકાર થશે.

અમદાવાદ : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ ગુજરાતમાં 22 જુલાઈથી લઈને 30 જુલાઈ સુધીમાં જળબંબાકાર થશે. આ સમય દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર, જુલાઈ 12 સુધી ગુજરાતમાં વરસાદ ના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમણે ખાસ કરીને બંગાળના ઉપસાગરમાં એક મોટું વહન બનતું હોવાનું અને મોન્સૂન ટ્રફમાં થતા ફેરફારોને કારણે આ વરસાદ આવશે તેમ જણાવ્યું છે. જુલાઈ 12 સુધીમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.  

અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના  અનુસાર, 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે.  જેને લઈ 2 થી 10 ઈંચ જેટલો વરસાદ વરસશે. નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. 9 થી 15 જુલાઈ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે.

હવામાન વિભાગની વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  જેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ સિવાય આગામી ત્રણ દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 10 થી વધુ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં સીઝનનો સરેરાશ 46.89 ટકા વરસાદ 

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 46.89 ટકા વરસાદ વરસ્યો હતો. ચાલુ સીઝનમાં 42 તાલુકામાં સરેરાશ 40 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ચાલુ સીઝનમાં 15 તાલુકામાં સીઝનનો સરેરાશ 80 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના 34 ડેમ હાઈએલર્ટ પર, 20 ડેમ એલર્ટ પર, 19 ડેમ વોર્નિંગ પર છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ 48.21 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યમાં કુલ 50.32 ટકા વિસ્તારમાં ખરીફ વાવેતર થયું છે. સૌથી વધુ 17.59 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. કપાસનું 17.10 લાખ, ઘાસચારાનું 3.10 લાખ હેક્ટર, સોયાબીનનું 1.58 લાખ વિસ્તારમાં વાવેતર થયું છે. 80 હજાર હેક્ટરમાં મકાઈનું વાવેતર થઈ ચુક્યું છે. અત્યાર સુધીમાં 10 જિલ્લામાંથી 4278 નાગરિકોનું સલામત સ્થળાંતર જ્યારે 685નું રેસ્ક્યુ કરાયું છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Embed widget