શોધખોળ કરો

દિવાળીના તહેવાર નિમિત્તે ઈમરજન્સી કેસોમાં વધારાને લઈને 108 સર્વિસ સતર્ક, એમ્બ્યુલન્સમાં કરાયો વધારો

અમદાવાદ: દિવાળીને આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે, ત્યારે દિવાળી અને નવા વર્ષના પર્વના પાંચ દિવસ દરમ્યાન ઈમરજન્સી કેસોમાં પણ વધારો જોવા મળતો હોય છે. જેને લઇ ૧૦૮ ઈમરજન્સી સર્વિસ દ્વારા એમ્બ્યુલન્સમાં વધારો કરવામાં આવ્યો છે. સાથે જ તાલિમ બઘ્ઘ ઇ.એમ.ટી,પાયલોટ અને અન્ય સુપરવાઇઝર ટીમ સાથે લોકો ઉપલબ્ઘ રાખવા આયોજન કરવામાં આવ્યું છે. જેથી દિવાળી પર્વ દરમ્યાન વધારાના ઇમરજન્સી કેસોને પહોંચી શકાય. હાલ ૧૦૮ ઈમરજન્સી સર્વિસના એક અંદાજ મુજબ 3.5 લાખ અનમોલ જિંદગીઓ બચાવવા એક આગોતરુ આયોજાન કરાયું છે. તેમ છતા સામાન્ય દિવસો કરતા દિવાળી પર્વના પાંચેક દિવસો માં ૩૦ ટકા વધારો જોવા મળે છે. દિવાળી પર્વનાં સમયે કોઇ પણ પ્રકારની ઇમરજન્સી પહોચી વળવા માટે 108 ઇમરજન્સી મેનજમેન્ટ દ્ધારા આગોતરુ આયોજન કરાયું છે. 108 ઇમરજન્સી સેવાના 7 વર્ષનાં ડેટા આધારે આ વર્ષે કેટલી ઇમરજન્સી રહેશે તેનું ચોક્કસ એનાલિટીક ટુલ મદદથી અંદાજ લગાવવામાં આવ્યો છે.  જે ખાસ ત્રણ દિવસ દિવાળી,બેસતુ વર્ષ, ભાઇબીજના દિવસે15થી36 ટકા ઇમરજન્સી કેસમાં વઘારો થાય તેવો અંદાજ છે. આ ઈમરજન્સીને પહોચી વળવા માટે 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટરમાં વધારાની સંખ્‍યામાં ઈમરજન્‍સી ઓફીસર અને ડોક્‍ટરોની ટીમ ને તૈનાત રાખવામાં આવશે. આ દિવાળીના વેકેશનમાં શહેરીજનોમાં  રોડ એક્સીડેન્ટ , મારામારીના કેસો અને બર્નિંગ કેસોમાં વધારો જોવા મળતો હોય છે, તો કેટલીક નાની બેદરકારી થી ઘણા મોટાં અકસ્માતો પણ સર્જતા હોવાનું સામે આવે છે. જેમકે વધારે પડતા લોકો ફટાકડા ફોડતા દાઝી જાય છે, તહેવાર સમયે એક જગ્યાથી બીજી જગ્યા પર જતા અકસ્માત થતા હોય છે. આવા સમયે ઈમરજન્સી સેવા 108ની મદદ થી ત્વરિત સારવાર મળી રહે કે અન્ય કોઈ મુશ્કેલીઓ નાં પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષના નોંધાયેલા ઇમરજન્સી કેસોમાં નોંધાયેલા વધારાની વાત કરવામાં આવે તો વર્ષ       ઇમરજન્સી કેસો      ટકાવારીમાં થયેલો વધારો 2013     દિવાળી- 2746 નવું વર્ષ- 3455 ભાઇબીજ-2885    8 ટકા 2014     દિવાળી- 2737 નવું વર્ષ- 3497 ભાઇબીજ-3006    37 ટકા 2015     દિવાળી- 3074 નવું વર્ષ- 3814 ભાઇબીજ-3501    20 ટકા ખાસ કરીને તહેવારોમાં ઈમરજન્સી કેસોમાં મહાનગરોમાં વધારો જોવા મળતો હોય છે. જેમાં અમદાવાદ , બરોડા , સુરત અને રાજકોટમાં વધારો જોવા મળી શકે તેમ લાગી રહ્યું છે. ૧૦૮ ઈમરજન્સી સેવાનાં એક અંદાજ અનુસાર વર્ષ ૨૦૧૫ દિવાળીના દિવસે ૩૧૬૦ થી ૩૩૫૦ જેટલા કેસો જોવા મળ્યા હતા. જે આ વર્ષે ૮ ટકા જેટલા વધી શકે છે. જયારે આ કેસોમાં વધારો નવા વર્ષ દરમ્યાન ૩૭ ટકા જેટલો નોંધાઈ શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Embed widget