શોધખોળ કરો

Rain Update: રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે, અરવલ્લી સહિતના જિલ્લામાં મેઘ મહેર, જાણો ક્યાં કેટલો વરસ્યો

Rain Update: રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, મહેસાણા, બનાસકાંઠા, વડોદરા, નવસારી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે.

Rain Update:   વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે. લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. બીજી તરફ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે અને વાવણીની તૈયારીઓને વેગ મળ્યો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ

રાજકોટ જિલ્લાના ગોંડલ બાદ જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. રાવલ ગામમાં વહેલી સવારે ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો  છે.

અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ

અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ભિલોડા તાલુકામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. ધનસુરામાં 2 ઈંચ, સાઠંબામાં 1.38 ઈંચ, બાયડ અને મેઘરજમાં 1-1 ઈંચ જ્યારે માલપુર અને મોડાસામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.

ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ

ખેડા જિલ્લામાં રાત્રિના સમયે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. ગળતેશ્વરમાં 2.34 ઈંચ અને કપડવંજમાં 2.17 ઈંચ વરસાદ નોંધાયો હતો. કઠલાલમાં 1.16 ઈંચ વરસાદ પડ્યો હતો. ઠાસરા, મહુધા, ડાકોર, મહેમદાવાદ અને નડિયાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. ડાકોરમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ જતાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મહીસાગરમાં પોણા છ ઈંચ વરસાદ

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 4 વાગ્યા દરમિયાન પોણા છ ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. લુણાવાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો હતો.

પંચમહાલ અને છોટાઉદેપુરમાં મેઘમહેર

પંચમહાલ જિલ્લામાં ઘોઘંબામાં 2.05 ઈંચ અને જાંબુઘોડામાં 2.01 ઈંચ વરસાદ નોંધાયો હતો. ગોધરામાં પણ 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકામાં 1.93 ઈંચ વરસાદ નોંધાયો હતો. બોડેલી, શિવજીપુરા, વાલોઠી અને બામરોલી સહિતના વિસ્તારોમાં વરસાદથી વાતાવરણ ખુશનુમા બન્યું હતું.

મહેસાણા અને બનાસકાંઠામાં વરસાદી ઝાપટાં

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં 2.87 ઈંચ વરસાદ નોંધાયો હતો. ખેરાલુ અને વિજાપુરમાં પણ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના અમીરગઢ, ઈકબાલગઢ, વેરા, ગાટા, ધનપુરા, કપાસિયા, ઢોલિયા, વિરમપુર અને રબારીયા ગામોમાં વરસાદી ઝાપટાં પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

વડોદરા અને નવસારીમાં પણ વરસાદ

વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ડભોઈના ફરતીકુઈ, વેગા, કજાપુર, તરસાના અને હંસાપુરા ગામોમાં પણ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ નવસારી શહેરના મંકોડિયા, સ્ટેશન રોડ અને ડેપો સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

પાલનપુરમાં પાણી ભરાયા

પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ ગઠામણ પાટિયાથી ગામને જોડતા મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. રાત્રિ દરમિયાન પાલનપુર અને અમીરગઢમાં વરસાદ વરસ્યો હતો.

આગામી 3 કલાક માટે હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી 3 કલાક દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત પ્રતિ કલાક 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Narmada Rain: નર્મદામાં મેઘરાજાની તોફાની બેટિંગ, વહેલી સવારે 6 ઈંચ ખાબકતા જળબંબાકાર
Narmada Rain: નર્મદામાં મેઘરાજાની તોફાની બેટિંગ, વહેલી સવારે 6 ઈંચ ખાબકતા જળબંબાકાર
Kheda Heavy Rain: ખેડામાં સાર્વત્રિક વરસાદથી સ્થિતિ ગંભીર, ડાકોર મંદિર બહાર પાણી ભરાયા, યાત્રાળુઓ પરેશાન
Kheda Heavy Rain: ખેડામાં સાર્વત્રિક વરસાદથી સ્થિતિ ગંભીર, ડાકોર મંદિર બહાર પાણી ભરાયા, યાત્રાળુઓ પરેશાન
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
Advertisement

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો
બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Embed widget