Amreli News: મંદિરમાં ચોરી, એકલતાનો લાભ લઇ ચોર હનુમાનજીનું સવા કિલોનું છત્ર અને ચાંદીનો મુગટ ઉઠાવી ગયો, ઘટના CCTVમાં કેદ
અમરેલી જિલ્લામાંથી થયેલી ચોરીએ જોરદાર ચર્ચા જગાવી છે, આ વખતે ચોરી કોઇના ઘરમાંથી નહીં પરંતુ હનુમાનજી મંદિરમાંથી થઇ છે
Amreli News: અમરેલી જિલ્લામાંથી થયેલી ચોરીએ જોરદાર ચર્ચા જગાવી છે, આ વખતે ચોરી કોઇના ઘરમાંથી નહીં પરંતુ હનુમાનજી મંદિરમાંથી થઇ છે, માહિતી મળી છે કે, સાવરકુંડલા નજીક આવેલ હનુમાન દાદાના મંદિરમાં ગઇરાત્રે ચોરો ત્રાટક્યા હતા અને છત્ર અને મુગટની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. હાલમાં આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આવેલા હનુમાન દાદાના મંદિરમાં ગઇ રાત્રે ચોરીની ઘટના ઘટી છે, આ ઘટના બાદ ચોરોને પકડવાની તજવીજ હાથ ધરાઇ છે. સાવરકુંડલાના ભુવા રૉડ ઉપર આવેલ મોખરા હનુમાન દાદાના મંદિરમાં આ ચોરી થઇ છે, ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. એક યુવક મંદિરમાંથી સવા કિલોનું ચાંદીનું છતર તેમજ 800 ગ્રામ ચાંદીના મુગટની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. હાલમાં પોલીસે આ ચોરને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
ધ્રાંગધ્રામાં ધોળે દિવસે છરીના ઘા ઝીંકી યુવકની આ કારણે કરી નાખી હત્યા
ધ્રાંગધ્રામાં ધોળે દિવસે યુવકને છરીના ઘા મારીને તેની હત્યા કરી દેવાઇ છે. દિનદહાડે યુવકની હત્યા થઇ જતાં શહેરમાં ચકચાર મચી ગઇ છે. બે શખ્સો યુવકને છરીના ઘા ઝીંકીને નાસી ગયા હતા.પ્રાથમિક તપાસમાં થોડા દિવસો પહેલા થયેલ બોલાચાલીના કારણે મનદુઃખ થતાં બંને શખ્સોએ યુવકને છરીના ઘા ઝીંકીને મોતના ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. હાલ આરોપી ફરાર હોવાથી પોલીસે આરોપીને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે. પ્રાથમિક તપાસમાં જણાવ્યા મળ્યું છે કે, ત્રણેય શખ્સો વચ્ચે બોલાચાલી થઇ હતી જેના કારણે બંને શખ્સોને મનદુ:ખ થતાં રોષે ભરાયેલા બંને આરોપીએ યુવકને છરીના ઘા ઝીંકીને મોતના ઘાટ ઉતારી દીધો છે. ક્યાં કારણોસર યુવકની હત્યા કરવામાં આવી અને સમગ્ર ઘટનાને શા કારણે અંજામ આપવામાં આવ્યું તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. ધોળે દિવસ આ રીતે યુવકની હત્યા થઇ જતાં ઘટના હાલ શહેરમાં ચર્ચા સ્થાને છે.
તો બીજી તરફ સુરતના ડિંડોલી વિસ્તારમાં ઘરકંકાસને લઈ પરિવાર વિખેરાઈ ગયો છે. પતિએ પત્નીની કરપીણ હત્યા કરી પોતે આપઘાત કરી લીધો છે. સંતાનમાં બંને દીકરીઓ એક વડોદરા અને બીજી અમદાવાદ અભ્યાસ કરે છે. ઘટનાની જાણકારી મળતા જ બંને દીકરીઓ સુરત આવી પહોંચી હતી. જોકે હાલ પોલીસે પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને સોનીની મજૂરી કામ સાથે સંકળાયેલા વ્યક્તિએ માનસિક તણાવમાં આ પગલું ભરી લીધું હતું. પહેલા પત્નીને ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં પોતે પણ હાથની નસ કાપી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.