Amreli: આમ આદમી પાર્ટીએ ભાજપમાં પાડ્યું ગાબડું, શરદ લાખાણી મહેશ સવાણીની હાજરીમાં આપમાં થયા સામેલ
અમરેલીના ભાજપના જુના જોગી અને છેલ્લા 35 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા નેતા આજે આપમાં જોડાતા ભાજપને મોટો ફટકો પડ્યો હતો. મહેશ સવાણીની હાજરીમાં તેઓ આપમાં સામેલ થયા હતા.
અમરેલીઃ આજે અમરેલી (Amreli) જીલ્લા ભાજપમાં આમ આદમી પાર્ટીએ (AAP) મોટું ગાબડું પાડ્યું હતું.. અમરેલીના ભાજપના જુના જોગી અને છેલ્લા 35 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા નેતા આજે આપમાં જોડાતા ભાજપને મોટો ફટકો પડ્યો હતો. મહેશ સવાણીની હાજરીમાં તેઓ આપમાં સામેલ થયા હતા.
ભાજપ છોડી આપમાં જોડાતાં જ તેમણે કહ્યું કે, ભાજપ એટલે પ્રાઇવેટ લિમિટેડ કંપની અને અહીં તાનાશાહી જ ચાલે છે. આમ આદમી પાર્ટીએ તેના ટ્વીટર હેન્ડલ પરથી લખ્યું, શરદ લખાણી ને આમ આદમી પાર્ટીમાં જોડાવવા બદલ ખુબ ખુબ અભિનંદન. જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શરદ લાખાણીએ (Sharad Lakhan) ગઈકાલે આપમાં જોડાવાની જાહેરાત કરતા સમગ્ર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.
શ્રી શરદ લખાણી ને આમ આદમી પાર્ટીમાં જોડાવવા બદલ ખુબ ખુબ અભિનંદન. pic.twitter.com/APLG996SKX
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 31, 2021
એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં તેઓએ ભાજપ સામે નારાજગી દર્શાવી હતી અને પાર્ટી છોડવાનું કારણ ભાજપની છેલ્લા વર્ષોની તાનાશાહી નીતિ ગણાવી હતી. તેમજ નવા-નવા કાર્યકરોને અને જેમનું પબ્લિકમાં કોઈ સ્થાન નથી તેવાને ઉચ્ચા સ્થાને પહોંચાડે છે અને જનતા હેરાન થાય છે, તેવા આક્રોશ સાથે આપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું.
2022ની ચૂંટણીનું તેમનું લક્ષ્યાંક રહેશે તેમ લાખાણીએ જણાવ્યું હતું. બીજી તરફ ભાજપમાં જિલ્લાના મુખ્ય 10 વ્યક્તિઓમાં મારું સ્થાન છે, પરંતુ મને પાર્ટીઓના કાર્યક્રમોમાં બોલાવવામાં પણ નહોતો આવી રહ્યો તેમજ હજારો કાર્યકરોની હાલત પણ આવી છે. નારાજગી પાર્ટીના નેતાઓને ખબર હોવા છતા પણ કોઈ ધ્યાન દેતું હોવાનો આરોપ મૂક્યો હતો અને કોઈ આપ સાથે કમિટમેન્ટ ન હોવાનું તેઓએ જણાવ્યું હતું.
છેલ્લા 35 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા નેતા
- 1985 -અમરેલી તાલુકા યુવા ભાજપ પ્રમુખ
- પ્રદેશ કારોબારરીના સભ્ય રહી ચૂક્યા છે....
- જિલ્લા ભાજપ મહામંત્રી - 2003 થી 2006
- જિલ્લા ભાજપ પ્રમુખ 2006 થી 2009
- જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન - 2011 થી 2013
- જિલ્લા પંચાયત પ્રમુખ - 2003 થી 2005
- પ્રભારીઓ સહિતની જવાબદારીઓ સંભાળી ચુક્યા છે.