શોધખોળ કરો
Advertisement
પશુપાલકો માટે ખુશીના સમાચાર: અમૂલ ડેરીએ ફરી દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો, જાણો કેટલા રૂપિયાનો કર્યો વધારો
ભેંસના દૂધનો ભાવ રૂપિયા 700થી વધારીને રૂપિયા 710 કરવામાં આવ્યો છે જ્યારે ગાયના દૂધમાં રૂપિયા 4.50નો વધારો કરાયો છે.
આણંદ: અમૂલ ડેરીએ ફરી દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. જેમાં 7 લાખ પશુપાલકોને ભાવ વધારાનો ફાયદો મળ્યો છે. દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો ભાવ વધારો કરવામાં આવ્યો છે.
ભેંસના દૂધનો ભાવ રૂપિયા 700થી વધારીને રૂપિયા 710 કરવામાં આવ્યો છે જ્યારે ગાયના દૂધમાં રૂપિયા 4.50નો વધારો કરાયો છે. ગાયના દૂધનો ભાવ રૂપિયા 318થી વધારીને 322 રૂપિયા કરવામાં આવ્યા છે. આ ભાવ 11 ડિસેમ્બરથી લાગુ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, દૂધના ખરીદ ભાવમાં વધારો થવાનો સીધો જ ફાયદો ગુજરાતના 7 લાખ પશુપાલકોને થયો છે.
આણંદ ખાતે આવેલ વિશ્વ વિખ્યાત અમૂલે પોતાના પશુપાલકો માટે ખરીદ દુધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરતાં જ તેનો સીધો જ ફાયદો 7 લાખ પશુપાલકોને થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
વડોદરા
ક્રિકેટ
ટેકનોલોજી
Advertisement