શોધખોળ કરો

Earthquake: કચ્છમાં એક જ દિવસમાં બીજી વખત આવ્યો ભૂકંપનો આંચકો, લોકોમાં ફફડાટ

Earthquake: કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છમાં આજે દિવસમાં સતત બીજીવાર  ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભચાઉ નજીક  ભૂકંપનો આંચકો આવ્યો છે. સાંજના 7:29 મિનિટે  કચ્છની ધરા ધ્રજી હતી.

Earthquake: કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છમાં આજે દિવસમાં સતત બીજીવાર  ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભચાઉ નજીક  ભૂકંપનો આંચકો આવ્યો છે. સાંજના 7:29 મિનિટે  કચ્છની ધરા ધ્રજી હતી. 3.1ની તિવ્રતાનો  ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ભુકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 13 કિલો મીટર દુર નોંધાયું છે.આજે બપોરે પણ 1:19 મિનિટે ફતેગઢ પાસે ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત

વરસાદી માહોલ વચ્ચે પૂર્વ કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. પૂર્વ કચ્છના રાપર નજીક ભુકપનો આંચકો અનુભવાયો હતો. 1:19 મીનીટે 2.7 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આંચકાનું કેન્દ્રબિંદુ રાપરના ગેડી નજીક નોંધાયું હતું. 

બે દિવસ પહેલા પણ  ભૂકંપનો આંચકો આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.6:13 મિનિટે  ભૂકંપનો આંચકો આવ્યો હતો. 2.6ની ત્રીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભુકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 26 કિલો મીટર દુર નોંધાયું હતું. જો કે, છેલ્લા ઘણા વર્ષથી કચ્છમાં સતત નાના નાના ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે.

સગર્ભા મહિલાની તબિયત બગડતા દેવદૂત બનીને આવી NDRF

છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદી પડી રહ્યો છે. જેના કારણે અનેક ગામો બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જેને લઈને લોકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને હેલ્થ ઈમરજન્સીના સમયે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પોરબંદર ખાતે આવી જ ઘટના સામે આવી છે.

Earthquake: કચ્છમાં એક જ દિવસમાં બીજી વખત આવ્યો ભૂકંપનો આંચકો, લોકોમાં ફફડાટ

ચારે તરફ પાણીથી ઘેરાયેલા કડછ  ગામની સગર્ભા મહિલાને રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવી છે. ઉપરવાસના ભારે વરસાદને લીધે પોરબંદર જિલ્લાના ઘેડના ગામો ચારે તરફ પાણીથી ઘેરાયેલા છે અને બેટ જેવી સ્થિતિ છે. પોરબંદર જિલ્લા તંત્રએ પૂરગ્રસ્ત સ્થિતિમાં લોકોની સલામતીના પૂરતા પગલાં લીધા છે. પૂર્વ આયોજનને લીધે મુશ્કેલીમાં લોકોને મદદ મળી રહી છે.

પોરબંદર જિલ્લાના ઘેડમાં એનડીઆરએફની ટીમનો કેમ્પ છે. કડછ જવાનો રસ્તો બંધ હોય ગામમાં સગર્ભા મહિલાને અને તેના બે પરિવારજનોને રેસ્ક્યુ કરી બોટ મારફતે એનડીઆરએફના જવાનોએ સલામત સ્થળે ખસેડી રાહત બચાવની કામગીરી કરી હતી. મહિલાને જરૂરી સારવાર પણ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા આપવામાં આવી હતી.

 હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગાણી 24 કલાક ચાર જિલ્લા માટે હજુ પણ ભારે રહેશે.  રાજ્યના ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,   દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભાવનગર અને વલસાડ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.   વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે.  વડોદરા, ભરૂચ, સુરત, આણંદ, નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.  દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.  

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget