Dwarka : દિવાળીએ જ દ્વારકામાં 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જાણો ક્યાં નોંધાયું કેન્દ્રબિંદુ?
સુમેર ચોપડાએ કહ્યું હતું કે, દ્વારકામાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. લખપત, ખાવડા, અબડાસા સહિતના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
દ્વારકાઃ દિવાળીના દિવસે જ દ્વારકામાં 5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 5 છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ દ્વારકાથી 223 કિં.મી દૂર નોંધાયું છે. આજે બપોરે 3.15 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઇએ ટ્વીટ કરીને નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના હવાલાથી આ સમાચાર આપ્યા છે. જેને સ્થાનિક તંત્ર દ્વારા પુષ્ટી આપવામાં આવી છે.
ISRના ડિરેક્ટર સુમેર ચોપડાએ કહ્યું હતું કે, દ્વારકામાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. લખપત, ખાવડા, અબડાસા સહિતના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે, જાનહાનિના કોઈ સમાચાર નથી.
An earthquake of magnitude 5.0 on the Richer Scale hit 223 km north northwest of Dwarka, Gujarat today at 3:15 pm: National Centre for Seismology
— ANI (@ANI) November 4, 2021
કચ્છના બાજુમાં આવેલ પાકિસ્તાન બોર્ડર ઉપર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિટલસ્કેલ ઉપર 4.8ની ત્રિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આજે આખા દિવસભરમાં ભૂકંપનો બીજી આંચકો અનુભાવાયો હતો. 3: 15મિનિટે નોંધાયો ભૂકંપનો આંચકો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છ અને પાકિસ્તાન બોર્ડરથી 10 કિલોમીટર દૂર નોંધાયું. ભૂકંપનો આંચકો બોર્ડરના નજીકનો વિસ્તાર લખપત,ખાવડા,અબડાસા સહિત બોડર વિસ્તારમાં અનુભાવાયો હતો.
Valsad : ટ્રેનમાં જ યુવતીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં મચી ગઈ ચકચાર
વલસાડઃ વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વિન ટ્રેનના D-12ના કોચમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેચા ચકચાર મચી ગઈ છે. ટ્રેનમાં સફાઈ કામદારે અજાણી યુવતીને ફાસો ખાધેલી હાલતમાં જોઈ હતી. જેણે સ્ટેશન માસ્તર અને GRPને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. પોલીસ તપાસમાં ફોન ઉપર યુવતીની ઓળખ થઈ હતી. યુવતીનું નામ માનસી ગુપ્તા હોવાનું સામે આવ્યું છે.
જી.આર.પી પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો પ્રમાણે, નવસારીની 18 વર્ષીય માનસી શીતપ્રશાદ ગુપ્તા વડોદરામાં પ્રથમ વર્ષમાં કોલેજ કરતી હતી. માનસી 5 દિવસ અગાઉ વડોદરાથી નવસારી તેના ઘરે રહેવા માટે આવી હતી. ગઈ કાલે માનસીએ માતાને સંસ્થાના કામથી મરોલી ખાતે રહેતા એક શિક્ષકને મળવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું.
માનસીએ ઘરે એક દિવસ રોકાઇને પરત આવી જશે તેમ કહ્યું હતું. જોકે, બીજા દિવસે માનસીની આપઘાત કરેલી હાલતમાં ટ્રેનમાંથી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ટ્રેનના D-12 નંબરના કોચમાં સમાન મુકવાની જગ્યાએ દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ લીધો હતો. ટ્રેન મોડી રાત્રે 12:30 વાગ્યે આવી હોવાથી ટ્રેન રાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર ખાલી થઇ ગઈ હતી. આ પછી ટ્રેનમાં સફાઈ કરવા માટે ગયેલા સફાઈ કામદારોએ માનસીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઇ હતી.