શોધખોળ કરો

રાજ્યના આ વિસ્તારમાં માથુ ફાડી નાંખે એવી ગરમી પડશે, આણંદ કૃષિ યુનિવર્સિટીના રિપોર્ટથી ખળભળાટ

છેલ્લા ત્રણ દાયકામાં હીટવેવની તીવ્રતા અને આવૃત્તિમાં નોંધપાત્ર વૃદ્ધિ, ઉત્તર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર.

Saurashtra-Kutch heatwave increase: આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાનશાસ્ત્ર વિભાગ દ્વારા કરવામાં આવેલા એક તાજેતરના સંશોધનમાં રાજ્યમાં હીટવેવની સ્થિતિ અંગે ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. સંશોધન અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની તીવ્રતા અને આવૃત્તિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેમાં ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છ સૌથી વધુ પ્રભાવિત થયા છે.

સંશોધનમાં જણાવ્યા અનુસાર, ઉત્તર સૌરાષ્ટ્રના ખાસ કરીને જામનગર, મોરબી અને રાજકોટ જિલ્લામાં હીટવેવના દિવસોમાં પ્રતિ વર્ષ એક દિવસના દરે સતત વધારો થઈ રહ્યો છે. 1961-1990ના આધારભૂત સમયગાળાની સરખામણીએ 1991-2022ના સમયગાળામાં હીટવેવની તીવ્રતા અને આવૃત્તિમાં થયેલો આ વધારો ખરેખર ચિંતાજનક છે.

સંશોધકોએ હીટવેવ ડ્યૂરેશન ઇન્ડેક્સ (HWDI) નો ઉપયોગ કરીને આ તારણો મેળવ્યા છે. આ ઇન્ડેક્સ સતત ત્રણ દિવસ સુધી 95મા પ્રતિશતકથી વધુ દૈનિક મહત્તમ તાપમાનવાળા દિવસોની વાર્ષિક ગણતરી દર્શાવે છે. સંશોધનમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોને બાદ કરતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હીટવેવની તીવ્રતા અને સમયગાળો વધ્યો છે.

સંશોધનમાં ગ્લોબલ વોર્મિંગની અસરને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. વૈશ્વિક તાપમાનમાં વધારાને કારણે હીટવેવની તીવ્રતા અને સમયગાળો વધી રહ્યો છે. સંશોધકોનું માનવું છે કે આ વલણ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને હીટવેવના દિવસોમાં સતત વધારો જોવા મળશે.

આંકડાકીય માહિતી અનુસાર, 1961-1990ના સમયગાળામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રતિ વર્ષ સરેરાશ 8થી 10 હીટવેવના દિવસો નોંધાયા હતા, જે 1991-2022 દરમિયાન વધીને પ્રતિ વર્ષ 19થી 26 જેટલા થઈ ગયા છે. તેની સામે મધ્ય ગુજરાતમાં હીટવેવના દિવસોમાં નજીવો એટલે કે પ્રતિ વર્ષ માત્ર 0.02 દિવસનો વધારો નોંધાયો છે. આ સંશોધન રાજ્યમાં ગરમીની વધતી જતી સમસ્યા તરફ ધ્યાન દોરે છે અને આગામી સમયમાં સાવચેતીના પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.

હીટવેવથી બચવા શું કરવું

પુષ્કળ પાણી પીવો: શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે. દિવસ દરમિયાન નિયમિત અંતરે પાણી પીતા રહો. તરસ ન લાગે તો પણ પાણી પીવો.

હળવા રંગના અને ઢીલા કપડાં પહેરો: આ કપડાં તમારા શરીરને ઠંડુ રાખવામાં મદદ કરશે.

સીધો તડકો ટાળો: ખાસ કરીને બપોરના સમયે (સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધી) તડકામાં જવાનું ટાળો. જો જવું પડે તો છત્રી અથવા ટોપીનો ઉપયોગ કરો.

ઠંડી જગ્યાએ રહો: ઘરમાં અથવા એસીવાળી જગ્યાએ રહેવાનો પ્રયત્ન કરો. જો ઘરમાં ઠંડક ન હોય તો નજીકના જાહેર સ્થળો જેવા કે શોપિંગ મોલ અથવા લાઇબ્રેરીમાં થોડો સમય વિતાવો.

શારીરિક પ્રવૃત્તિ ટાળો: ભારે કસરત અથવા મહેનતવાળા કામ બપોરના સમયે ન કરો. જો કરવા જરૂરી હોય તો સવારના વહેલા અથવા સાંજના મોડેથી કરો.

વારંવાર ઠંડા પાણીથી નહાવો અથવા શરીર લૂંછો: આ તમારા શરીરનું તાપમાન નીચું લાવવામાં મદદ કરશે.

સનસ્ક્રીનનો ઉપયોગ કરો: તડકામાં બહાર નીકળતા પહેલાં તમારી ત્વચા પર સનસ્ક્રીન લગાવો.

દારૂ અને કેફીનયુક્ત પીણાં ટાળો: આ પીણાં તમારા શરીરને ડિહાઇડ્રેટ કરી શકે છે.

તમારા ઘરને ઠંડુ રાખો: બારીઓ અને દરવાજા બંધ રાખો અને પડદા લગાવો જેથી ગરમી અંદર ન આવે. રાત્રે જ્યારે હવામાન ઠંડુ હોય ત્યારે બારીઓ ખોલો.

તમારા આસપાસના લોકોનું ધ્યાન રાખો: ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોનું ધ્યાન રાખો અને તેમને મદદની જરૂર હોય તો પૂરી પાડો.

વાહનમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને ક્યારેય એકલા ન છોડો: બંધ વાહનમાં તાપમાન ખૂબ જ ઝડપથી વધી શકે છે જે તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

હવામાનની આગાહી પર ધ્યાન આપો: હીટવેવની ચેતવણી મળતા જ સાવચેતીના પગલાં લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
Crime News: એકનાથ શિંદેની શિવસેનાના નેતાની હત્યા,બદમાશોએ પીછો કરીને ગોળી ધરબી દીધી, એક બાળક પણ ઘાયલ
Crime News: એકનાથ શિંદેની શિવસેનાના નેતાની હત્યા,બદમાશોએ પીછો કરીને ગોળી ધરબી દીધી, એક બાળક પણ ઘાયલ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
IPL 2025: બધી 10 ટીમોના કેપ્ટન થઈ ગયા ફાઈનલ,ફક્ત આ એક ટીમનો કેપ્ટન વિદેશી
IPL 2025: બધી 10 ટીમોના કેપ્ટન થઈ ગયા ફાઈનલ,ફક્ત આ એક ટીમનો કેપ્ટન વિદેશી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Fire Updates:બિલ્ડીંગની આગમાં ત્રણ લોકોના મોત, કાચ ફોડીને કરાયું રેસ્ક્યુંRajkot Fire News: ધૂળેટીના દિવસે બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, સોની પરિવાર ફસાયો આગમાંVadodara Accident: SUV કારે એકસાથે ધડાધડ છથી સાત વાહનોને મારી ટક્કર, જુઓ અકસ્માતના દ્રશ્યોAmbalal Patel Forecast: હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે કરી ચોમાસાને લઈને મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
Crime News: એકનાથ શિંદેની શિવસેનાના નેતાની હત્યા,બદમાશોએ પીછો કરીને ગોળી ધરબી દીધી, એક બાળક પણ ઘાયલ
Crime News: એકનાથ શિંદેની શિવસેનાના નેતાની હત્યા,બદમાશોએ પીછો કરીને ગોળી ધરબી દીધી, એક બાળક પણ ઘાયલ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
IPL 2025: બધી 10 ટીમોના કેપ્ટન થઈ ગયા ફાઈનલ,ફક્ત આ એક ટીમનો કેપ્ટન વિદેશી
IPL 2025: બધી 10 ટીમોના કેપ્ટન થઈ ગયા ફાઈનલ,ફક્ત આ એક ટીમનો કેપ્ટન વિદેશી
Yuzvendra Chahal: યુઝર્વેન્દ્ર ચહલ આ વિદેશી ટીમ સાથે જોડાયો, ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળતા લીધો નિર્ણય
Yuzvendra Chahal: યુઝર્વેન્દ્ર ચહલ આ વિદેશી ટીમ સાથે જોડાયો, ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળતા લીધો નિર્ણય
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
15000 કરોડ રૂપિયાનો IPO લાવશે LG Electronics India, સેબીએ આપી મંજૂરી
15000 કરોડ રૂપિયાનો IPO લાવશે LG Electronics India, સેબીએ આપી મંજૂરી
Aamir Khan: 1,2 કે 3 નહીં પરંતુ 7 યુવતીઓ સાથે રહ્યું છે આમિર ખાનનું અફેર, 26 વર્ષ નાની ઓનસ્ક્રીન પુત્રી સાથે પણ જોડાયું છે નામ!
Aamir Khan: 1,2 કે 3 નહીં પરંતુ 7 યુવતીઓ સાથે રહ્યું છે આમિર ખાનનું અફેર, 26 વર્ષ નાની ઓનસ્ક્રીન પુત્રી સાથે પણ જોડાયું છે નામ!
Embed widget