શોધખોળ કરો
આણંદના દેમોલ ગામના કિશોરની અમેરિકામાં હત્યા, લૂંટારૂઓ ગોળી મારી ફરાર

આણંદ: છેલ્લા ઘણા સમયથી વિદેશમાં ગુજરાતીઓ પર થતાં હુમલાના બનાવોમાં વઘારો થયો છે. ત્યારે વધુ એક કિસ્સો આણંદના દેમોલ ગામના યુવાન સાથે બન્યો છે. અમેરિકાના ઓહાયો સ્ટેટમાં આણંદના સની પટેલ નામના યુવકની લૂંટના ઇરાદે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. હાલ એવુ જાણવા મળી રહ્યું છે કે, સની પટેલ સ્કૂલેથી છૂટ્યા બાદ રેસ્ટોરંટ પર ગયો હતો, ત્યાં તેની સાથે આ ઘટના બની હતી. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે, અમેરિકાના ઓહાપો સ્ટેટમાં આણંદના દેમોલ ગામનો સની પટેલ ઘણાં દિવસોથી પરિવાર સાથે રહેતો હતો. પરંતુ સની સ્કૂલેથી છૂટ્યા બાદ ત્યાંની એક રેસ્ટોરંટ પર ગયો હતો. જ્યાં કોઈ અજાણ્યા લૂંટારૂઓએ લૂંટના ઈરાદાથી સનીને ગોળી મારી હત્યા કરી હતી. હાલ આ ઘટનાથી આણંદના ડામોલ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અને સમગ્ર પરિવાર ઉંડા શોકમાં છે.
વધુ વાંચો



















