ગુજરાત વિધાનસભામાં AAP પાર્ટીના પક્ષના નેતા તરીકે જાણો કોની નિમણૂક કરાઈ ?
ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના પક્ષના નેતા તરીકે ચૈતર વસાવાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ઉપનેતા તરીકે હેમંત ખવાની નિમણુંક કરવામાં આવી છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના પક્ષના નેતા તરીકે ચૈતર વસાવાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ઉપનેતા તરીકે હેમંત ખવાની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કુલ 5 ધારાસભ્યો ચૂંટાયા છે. વિધાનસભાના પક્ષના નેતા તરીકે પાર્ટીએ ચૈતર વસાવાની નિમણૂક કરી છે.
ગુજરાત વિધાનસભામાં આપના પક્ષના નેતા તરીકે ચૈતર વસાવા અને ઉપનેતા તરીકે હેમંત ખવા જી ની નિમણુંક કરવામાં આવી.! pic.twitter.com/VYlgBZp4M6
— AAP Gujarat (@AAPGujarat) January 28, 2023
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગપેસારો કરીને રાષ્ટ્રીય પાર્ટી બનવામાં સફળતા મેળવી લીધી છે. વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીની જીત થઈ હતી. બોટાદમાં ઉમેશ મકવાણાની જીત થઈ હતી. જામજોધપુર બેઠક પર હેમંત ખવાની જીત થઈ હતી. ડેડિયાપાડા બેઠક પર ચૈતર વસાવાની જીત થઈ હતી. ગારીયાધાર બેઠક પરથી સુધિર વાધાણીની જીત થઈ હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 13 ટકા જેટલો વોટ શેર મેળવ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં કુલ 41 લાખ જેટલા મત આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મળ્યા છે. આ ઉપરાંત 40 જેટલી વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટી મત મેળવવામાં બીજા ક્રમે રહી હતી.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભરશિયાળામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શહેરના પૂર્વના વસ્ત્રાલ, ઓઢવ અને અમરાઇવાડીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મણીનગર, કાંકરિયા, ખોખરા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. ઇસનપુર, લાંભા અને વટવામાં પણ વરસાદ વરસ્યો હતો.
ઈસનપુર, નારોલમાં પણ વરસાદ નોંધાયો હતો. ઈસનપુર વિસ્તારમાં માવઠાએ લગ્નની મજા બગાડી હતી. લગ્નમાં આવેલા મહેમાનોએ ભોજનની થાળીઓ સાથે દોડવાની ફરજ પડી હતી. પૂર્વ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
વડોદરા શહેરના અનેક વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદને કારણે શહેરીજનો પરેશાન થયા છે. શહેરના નિઝામપુરા, છાણી, સમા, ગોરવા, ફતેહગંજ, સયાજીગંજ, હરણી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખેડા જિલ્લામાં ઠંડકભર્યા વાતવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા છે. ગળતેશ્વર તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
સુરતના હજીરામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યાં. અહીં ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ પડતા ઠંડી વધી હતી જેના કારણે લોકો હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. કમોસમી વરસાદ થતાં ચણા, કપાસ, જીરૂ અને ઘઉંના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વડોદરાના સાવલીમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે પાકને નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે. કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે.