(Source: ECI/ABP News/ABP Majha)
Lumpy virus: લમ્પી વાયરસથી ગુજરાતમાં હાહાકાર, અત્યાર સુધી આટલા હજાર પશુઓના થયા મોત
અમદાવાદમાં માલધારી મહાપંચાયતની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં હાહાકાર મચાવનારા લમ્પી વાયરસને લઈને ચર્ચા કરવામાં આવી
ગાંધીનગરઃ રાજ્યમાં લમ્પી વાયરસથી હાહાકાર મચી ગયો છે. અત્યાર સુધી રાજ્યમાં લમ્પી વાયરસના કારણે બે હજાર 240 પશુઓના મોત થયા છે. જ્યારે 65 હજાર પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે. જેમાંથી 42 હજાર 565 પશુઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામા પશુઓમાં લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા છે. 118 તાલુકાના બે હજાર 463 ગામમાં લમ્પી વાયરસ પ્રસર્યો છે.
અમદાવાદમાં માલધારી મહાપંચાયતની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં હાહાકાર મચાવનારા લમ્પી વાયરસને લઈને ચર્ચા કરવામાં આવી અને સરકાર પર પ્રહાર કરાયા હતા. કૉંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ કહ્યું હતું કે, કોરોનાની જેમ લમ્પીમાં પણ ગુજરાત સરકાર નિષ્ફળ રહી છે. અનેક ઠેકાણે ગૌવંશના મૃત્યુ થઈ રહ્યા છે. સરકાર વળતર નહીં આપે તો કોર્ટના દ્વાર ખખડાવાશે. તો બીજી બાજૂ લાખાભાઈ ભરવાડે કહ્યું કે, લમ્પી વાયરસને લઈને પશુપાલકોની સ્થિતિ દયનિય બની છે. જેથી મૃત્યુ પામેલા પશુ દીઠ એક લાખની સહાય આપવામાં આવે. સરકાર લમ્પી વાયરસને લઈને પુરતુ વેક્સીનેશન પણ કરી શકી નથી
આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC અનામત 27 ટકાથી ઘટાડી 10 ટકા કરવા બાબતનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. આ બાબતે ચાલી રહેલા આંદોલનને માલધારી મહાપંચાયતે ટેકો જાહેર કર્યો છે. રાજ્ય સરકારે સ્થગિત કરાયેલો ઢોર નિયંત્રણ કાયદો સંપૂર્ણ રદ થાય તે માટે આંદોલન કરવાનું અને જે આંદોલન ચાલુ છે તેને ઉગ્ર બનાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. સુરત અને વડોદરા શહેરમાં માલધારી સમાજની મહિલાઓ સાથે પોલીસે કરેલા વ્યવહારને વખોડવામાં આવ્યો અને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી હતી.
Vinesh Phogat Wins Gold: વિનેશ ફોગાટે જીત્યો ગોલ્ડ, ભારતને મળ્યો 11મો ગોલ્ડ
Chhota Udepur : જનરલ હોસ્પિટલમાં ડોક્ટરે મહિલા દર્દી સાથે શારીરિક અડપલાં કર્યાના ગંભીર આરોપ