Punjab Zero Electricity Bill: પંજાબના લોકોને મળ્યો ફ્રી વીજળીનો લાભ, જાણો કેટલા લાખ લોકોને આવ્યું ઝીરો વીજળી બીલ
Punjab Electricity Bill Zero: પંજાબની ભગવંત માન સરકાર દ્વારા 300 યુનિટ મફત વીજળી આપ્યા બાદ પંજાબના લોકોને મફત વીજળીનો લાભ મળવા લાગ્યો છે. દર અઠવાડિયે PSPCL લગભગ 10 લાખ ગ્રાહકોને બિલ આપે છે.
Punjab Electricity Bill Zero: પંજાબની ભગવંત માન સરકાર દ્વારા 300 યુનિટ મફત વીજળી આપ્યા બાદ પંજાબના લોકોને મફત વીજળીનો લાભ મળવા લાગ્યો છે. દર અઠવાડિયે PSPCL લગભગ 10 લાખ ગ્રાહકોને બિલ આપે છે અને 27 જુલાઈથી 3 ઓગસ્ટના ચક્રમાં લગભગ 77% ગ્રાહકોએ 300 યુનિટ મફત વીજળીનો લાભ લીધો હતો. પંજાબના કુલ 10 લાખ ગ્રાહકોમાંથી લગભગ 8 લાખને જુલાઈ મહિનાનું બિલ શૂન્ય મળ્યું છે. આ રીતે, કુલ 74.5 લાખ ગ્રાહકોમાંથી લગભગ 80% લોકોને આ મફત વીજળી યોજનાનો લાભ મળશે.
પંજાબના ઉર્જા મંત્રી હરભજન સિંહે ગુરુવારે કહ્યું કે આ મહિને વીજળીનું બિલ મેળવનારા લગભગ 80% ગ્રાહકોને આમ આદમી પાર્ટી સરકારની મફત વીજળી યોજનાનો લાભ મળ્યો છે. પંજાબ સરકારના આદેશ અનુસાર, PSPCL 1 જુલાઈથી રાજ્યના ગ્રાહકોને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપી રહી છે. કુલ 10 લાખ ગ્રાહકોમાંથી લગભગ 8 લાખને જુલાઈ મહિનાનું બિલ શૂન્ય મળ્યું છે. આ રીતે કુલ 74.5 લાખ ગ્રાહકોમાંથી લગભગ 80 ટકા ગ્રાહકોને આ મફત વીજળી યોજનાનો લાભ મળશે. સમાજના તમામ વર્ગોને રાહત આપવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે.
આ સાથે, શૂન્ય બિલ આવવા પર એક અધિકારીએ જણાવ્યું હતું કે આનો લાભ લેનારા મોટાભાગના ગ્રાહકો ગ્રામીણ અને શહેરી ગરીબ છે, તેમજ તે લોકો જેમનો વીજળીનો ભાર 7 kW કરતા ઓછો છે. વિદ્યુત વિભાગના નોટિફિકેશનમાં તમામ ઘરેલું ગ્રાહકોને દર મહિને 300 યુનિટ મફત આપવાનું કહેવામાં આવ્યું છે. નોંધનિય છે કે, દિલ્હીની કેજરીવાલ સરકારે ફ્રી વીજળી આપવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતા ત્યાં પણ તેમણે 300 યૂનિટ ફ્રી વીજળી આપવાનું શરૂ કર્યું છે. હવે અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પણ 300 યૂનિટ ફ્રી વીજળી આપવાનું વચન આપ્યું છે.
આ પણ વાંચો......
રાજ્યના 55 PIની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા ?
India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 19,406 કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.96 ટકા
Gujarat Rain: રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ
Jamnagar: આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરમાં, અરવિંદ કેજરીવાલ કરશે મોટી જાહેરાત