(Source: ECI/ABP News/ABP Majha)
Morbi: મોરબી દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલની વધી મુશ્કેલી, ધરપકડ વોરન્ટ ઈસ્યુ
મોરબી દૂર્ઘટનાને લઈ ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલની મુશ્કેલી વધી છે
મોરબીઃ મોરબી દૂર્ઘટનાને લઈ ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલની મુશ્કેલી વધી છે. ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે ધરપકડ વોરન્ટ ઇસ્યૂ કરવામા આવ્યું છે. દુર્ઘટના બાદ એકપણ વખત જયસુખ પટેલ જાહેરમાં આવ્યા નથી. આજે જામીન અરજી પર સુનાવણી માં મુદત પડી હતી.
જો કે આજે જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજી પર મુદત પડી હતી. પહેલી ફેબ્રુઆરીએ જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરાશે. સુનાવણી સમયે સરકાર પક્ષ અને જયસુખ પટેલના વકીલની ગેરહાજરી વચ્ચે પોલીસે મુદત માંગવાની સાથે પીડિત પરિવારોએ પણ વાંધા અરજી કરતા હવે પહેલી ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે.
Gujarat Weather : રાજ્યમાં ઠંડીનો પારો હજુ પણ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
ગાંધીનગર: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. હવામાન વિભાગે હવામાં ભેજનું પ્રમાણ રહેવાની આગાહી વ્યક્ત કરવાની સાથે રાજ્યમાં 5 દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ જે રીતે ઉત્તર તરફથી બરફિલા પવન ફંકાઈ રહ્યા છે તેના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી ત્રણ-ચાર દિવસ સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે
રાજ્યમાં 1-2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે ઉત્તરાયણ પછી ફરી એકવાર રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. રાત્રીના સમયમાં તથા વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધુ રહે છે. આ સિવાય દિવસ દરમિયાન ઠંડી પવનોના કારણે વાતાવરણ ઠંડું રહે છે. અમદાવાદમાં આગામી દિવસમાં લઘુત્તમ તપામાન 9 ડિગ્રી સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે. જે સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેને જોતા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું જોર હજુ વધી શકે છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગની વેબસાઈટ મુજબ આગામી 5 દિવસ સુધી હવામાન સૂકું રહેશે અને કમોસમી વરસાદ થવાની સંભાવના નથી. આ સાથે કોઈ વોર્નિંગ પણ આપવામાં આવી રહી નથી. આગામી 3-4 દિવસમાં હવામાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના પણ નથી. આ વખતે શિયાળા દરમિયાન ડિસેમ્બર મહિનામાં શિયાળો હુંફાળો રહ્યા બાદ અંતમાં ઠંડીએ જોર પકડ્યું અને ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાત સહિતના રાજ્યો પર થઈ રહી છે