Arvind Kejriwal : 10 લાખ સરકારી નોકરી આપવાની કેજરીવાલની ગેરેન્ટી સામે વિવાદ, જાણો ભાજપે શું ઉઠાવ્યાં સવાલ
Arvind Kejriwal in Gujarat : વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, એવામાં કેજરીવાલ જનસભાઓ કરીને ગેરેન્ટી આપવા લાગ્યા છે.
Arvind Kejriwal News : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. આ વખતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ વિધાનસભા ચૂંટણી લડશે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, એવામાં આમ આદમી પાર્ટીના સંયોજક તેમજ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જનસભાઓ કરીને ગેરેન્ટી આપવા લાગ્યા છે. તાજેતરમાં અરવિંદ કેજરીવાલે જનસભામાં 10 લાખ સરકારી નોકરીની ગેરેન્ટી આપી છે, જે મામલે વિવાદ થયૉ છે.
સરકારી નોકરીની જગ્યા 5.60 લાખ, સામે 10 લાખ નોકરીની ‘રેવડી’
ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરી અંગેની અરવિંદ કેજરીવાલની ગેરેન્ટી સામે ભાજપે સવાલ ઉઠાવ્યા છે. ભાજપના મીડિયા સેલના રાષ્ટ્રીય ઇન્ચાર્જ અમિત માલવિયાએ આ નાગે ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં તેમણે લખ્યું છે -
“રાજ્યમાં સરકારી રોજગારી 5.6 લાખ હોવાની સામે અરવીંદ કેજરીવાલની કટ પેસ્ટ મોડલ,
આજે કેજરીવાલે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓનું વચન આપ્યું હતું.
આઝાદી પછી ગુજરાતમાં કુલ 5.6 લાખ સરકારી નોકરીઓ છે.
વાહિયાતતા એ હકીકતમાં સ્પષ્ટ છે કે તેણે 5 વર્ષમાં સંખ્યા બમણી કરવાનું વચન આપ્યું છે.
તે જ્યાં જાય ત્યાં 10 લાખ નોકરીઓ ઓફર કરવાનું આ કટ પેસ્ટ મોડલ છે!”
Today, Kejriwal promised 10 lakh Govt jobs in Gujarat.
— Amit Malviya (@amitmalviya) August 7, 2022
Gujarat has had 5.6 lakh Govt jobs in all since Independence.
The absurdity is evident in the fact that he promises to double the number in 5 years.
This is the cut paste model of offering 10 lakh jobs everywhere he goes!
અમિત માલવિયાની ટ્વીટ પર યુઝર્સના રિએક્શન
એક ટ્વીટર યુઝરે લખ્યું - “એમની ગેરેન્ટી કન્ફ્યુઝ કરી રહી છે.”
બીજા યુઝરે લખ્યું - “તે દિલ્હી અથવા પંજાબમાંથી નોકરીઓ લાવશે. તે કેનેડા પણ જઈ શકે છે અને તેના કાલિસ્તાની મિત્રો પાસેથી નોકરીઓ લાવી શકે છે…”
અન્ય એક યુઝરે લખ્યું - “કેજરીવાલ પાસે કોઈ પણ વસ્તુ માટે બ્લુ પ્રિન્ટ નથી, તે ફક્ત તેના મગજમાં જે આવે છે તે બોલ્યા કરે છે અને દરેક વખતે નિર્દોષ, ભોળા અને ગરીબોને મૂર્ખ બનાવવામાં આવે છે.”
એક યુઝરે લખ્યું - “તે એક મહા ઠગ છે જેને વહેલામાં વહેલી તકે મતદારોને મફતમાં લલચાવવા માટે કડક કાયદો બનાવીને અટકાવવો પડશે, તે કોંગ્રેસ કરતા પણ મોટો ચોર છે, ભાજપે હવે આ જૂઠ્ઠાણા વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ.”
તો એક યુઝરે લખ્યું - “ભાજપે બિહારમાં ગત વિધાનસભા ચૂંટણીમાં 19 લાખ નોકરીઓની ઓફર કરી હતી.”