(Source: ECI/ABP News/ABP Majha)
Dhirendra Shastri: બાબાનો ચોથો દિવસ, આજે દરબાર યોજતા પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી ક્યાં-કયાં જશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ....
બાબા બાગેશ્વરનો આજે ગુજરાતમાં ચોથો દિવસ છે, ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતથી અમદાવાદ પહોંચી ચૂક્યા છે, જાણો આજે શું શું છે બાબાનો કાર્યક્રમ....
Dhirendra Shastri: બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે ગુજરાતના પ્રવાસે છે, અહીં ચાર શહેરોમાં દિવ્ય દરબાર યોજી રહ્યાં છે, બાબા બાગેશ્વર સુરતથી નીકળીને આજે અમદાવાદ અને ગાંધીનગરમાં છે.
બાબા બાગેશ્વરનો આજે ગુજરાતમાં ચોથો દિવસ છે, ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતથી અમદાવાદ પહોંચી ચૂક્યા છે, જાણો આજે શું શું છે બાબાનો કાર્યક્રમ....
આજે સવારે સુરતથી બાબા અમદાવાદ પહોંચ્યા છે, હવે બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજીમાં માતા અંબાજીના આશીર્વાદ લેવા પહોંચશે. બાબા હેલિકૉપ્ટર મારફતે અંબાજી રવાના થશે. બાબા સુરતથી અમદાવાદ 8 વાગે આવી પહોંચ્યા છે. સવારે 10.30એ અમદાવાદથી દાંતા જવા રવાના થશે, સવારે 11.30 એ દાંતા પહોચશે. આ પછી 12.15એ બાબા અબાજી માતાજીના દર્શન કરશે, બાદમાં બપોરે 1 વાગે ઇસ્કોન અંબે વેલીમાં વિશ્રામ કરશે, 3 વાગે અંબાજીથી અમદાવાદ આવવા રવાના થશે. અંબાજીથી વિશ્વ ઉમિયાધામમા માંતા ઉમિયાના દર્શન કરશે. આ પછી સાંજે 7 વાગે રાઘવ ફાર્મમાં બાબા હાજરી આપશે.
અમદાવાદઃ અમદાવાદમા બાબા બાગેશ્વર સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ મામલે મોટા સમાચાર આવ્યા છે. ચાણક્યપુરીમાં યોજાનારા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હવે ઓગણજ સ્થિત પ્રમુખ સ્વામી નગરમાં યોજાય તેવી શક્યતા છે. વાસ્તવમાં ચાણક્યપુરીમાં બાબાનો દરબાર યોજવાની પોલીસ મંજૂરી આપે તેવી સંભાવના ઓછી છે. સમર્થકો સામે જગ્યા નાની પડતી હોવાના કારણે પોલીસ કાર્યક્રમને મંજૂરી આપવાની વિરોધમાં છે. દરબારમાં 2 લાખ લોકો આવશે તેવો આયોજકો દાવો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સુરત બાદ 29 અને 30 મેના રોજ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. ભરાવાનો છે. ચાણક્યપુરીના આયોજકો અને પોલીસ સામ-સામે આવી ગયા બાદ કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરાય તેવી સંભાવના છે.
આ અગાઉ આયોજકો દિવ્ય દરબાર ચાણક્યપુરીમાં યોજવા માટે અડગ હતા. કાર્યક્રમને લઇને પાસની પણ વહેંચણી કરી દેવામાં આવી હતી. પરંતુ પોલીસ આ કાર્યક્રમને મંજૂરી આપવા તૈયાર નહોતી. આખરે આયોજકોને પોલીસ સામે ઝૂકવું પડ્યું હતું અને બાબાનો દરબાર ચાણક્યપુરીમાં નહી પરંતુ ઓગણજમાં યોજાય તેવી શક્યતા છે.
Baba Dhirendra Shastri Divya Darbar: સુરતમાં બાબાનો હુંકાર, પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવવાની કરી હાંકલ
Baba Dhirendra Shastri Divya Darbar: સુરતમાં બાગેશ્વરધામના ધિરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની શરુઆત થઈ ગઈ છે. બાબાને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. આ દરમિયાન બાબાએ પોતાના પ્રવચનની શરુઆત કરતા કહ્યું કે, જે રીતે ગુજરાતના લોકો આ રીતે એકઠા થઈ જશે ત્યારે ભારત તો શું પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઈશું.ગુજરાતની ભક્તિમય ધરતીને હું પ્રણામ કરુ છું. એક વાત તમે તમારી જીંદગીમાં યાદ રાખજો, ન તો હું તમારી પાસે માન લેવા આવ્યો છુ, ન તો ધન લેવા આવ્યો છું, ન તો હું તમારી પાસે સન્માન લેવા આવ્યું છું. હું મારા ખિસ્સામાંથી તમને હનુમાન દેવા આવ્યો છું. તેમણે વધુમાં કહ્યું કે, ભારત હિન્દુ રાષ્ટ્ર હતુ છે અને રહેશે. જે લોકો કહે છે કે, સંતો પાખંડ કરે છે તેમને હું કહી દઉ કે, તમારી ઠાઠરી નિકળશે. જો કોઈને શંકા હોઈ તે બાગેશ્વર ધામ આવી જાય. હું કોઈને ભડકાવવા નથી આવ્યો પરંતુ તમને જગાડવા આવ્યો છું. જ્યાં સુધી ગુજરાતના લોકો રામમય નઈ થઈ જાય ત્યા સુધી હું ગુજરાતનો પીછો નહીં છોડું.
Baba dhirendra shastri: અમદાવાદમાં ચાણક્યપુરીમાં નહી પરંતુ અહી યોજાઇ શકે છે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર
ગાંધીનગરમાં પણ યોજાશે બાબા બાગેશ્વરનો દરબાર, મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે
ગાંધીનગરઃ સુરત બાદ ગાંધીનગરમાં બાબા બાગેશ્વરનો દરબાર યોજાશે. બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં પણ પગ જમાવી રહ્યાં છે. સુરતમાં બે દિવસીય દરબાર યોજ્યા બાદ આજે બાબા પાટનગર ગાંધીનગરમાં બાબા દરબાર યોજશે.
આજે ઝૂંડાલ ખાતે આવેલા રાઘવ ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટમાં સાંજના સાડા પાંચથી સાડા સાત વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાશે. ગુરૂ વંદના મંચ તરફથી આયોજિત બાબાના આ દરબારમાં ગુજરાતભરના સાધુ- સંતો અને કથાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં યોજાનારા દરબારમાં 15000 હજારથી વધુ સાધુ- સંતો અને લાકોની સંખ્યામાં ભક્તો ઉમટશે. બાબાના દરબારને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાનારા બાબાના દરબારમાં અનેક રાજકીય સામાજિક આગેવાનો હાજર રહે તેવી પણ શક્યતા છે.