શોધખોળ કરો

સુરેંદ્રનગરના દસાડાના બખ્તિયારૂદિન મલિકે ટ્રેપ શૂટિંગમાં ભારતને અપાવ્યો સિલ્વર મેડલ

પેરુમાં યોજાયેલી જુનિયર વર્લ્ડ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશીપમાં સુરેંદ્રનગરના દસાડાના બખ્તિયારૂદિન મલિકે સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.

Bakhtiyaruddin Malek- પેરુમાં યોજાયેલી જુનિયર વર્લ્ડ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશીપમાં સુરેંદ્રનગરના દસાડાના બખ્તિયારૂદિન મલિકે સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. બખ્તિયારૂદિન ભારતીય ટ્રેપ શૂટર્સની ટીમમાં ટોપ થ્રીમાં સ્થાન ધરાવે છે અને હવે તે આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં બીજા સ્થાને જીત મેળવીને સિલ્વર બોય બની ગયો છે. બખ્તિયારૂદિન મલિકના પિતા મુઝાહીદભાઈમાંથી પ્રેરણા લઇને બખ્તિયારે પણ ટ્રેપ શૂટિંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું અને ઉતરી ગયો મેદાનમાં.પુત્રને ચેમ્પિયન બનાવવા માટે પિતાએ પણ કોઈ કસર ન છોડી. તેના કારણે જ બખ્તિયારૂદિન ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપમાં જૂનિયર તેમજ સિનિયરમાં પણ બે વાર ચેમ્પિયન બન્યો..બાદમાં તે નેશનલ રમવા ગયો. જ્યાં તેણે પહેલા ટોપ-15માં અને પછી ટોપ થ્રીમાં સ્થાન મેળવીને ભારતીય ટીમમાં સ્થાન પાક્કું કરી દીધું.

માનવજીતસિંધ સંધુના પાસે બખ્તિયારૂદિન મલિકે તાલીમ મેળવી.આ તાલીમ દરમિયાન તેના માતા પણ સાથે રહ્યા. પણ એપ્રિલ મહિનો બખ્તિયાર માટે આઘાત લઇને આવ્યો, કોરોનાની બીજી વેવમાં તેની માતા નુસરત બહેનનું નિધન થયું. તે સમયે તે તૂટી ગયો હતો. પણ પિતા અને મોટાભાઈએ હિંમત આપતા તે ફરી જુસ્સાભેર ટ્રેનિંગમાં લાગી ગયો અને તેની ભારતીય ટીમમાં પસંદગી પણ થઇ.  જ્યાં દરેક ખેલાડી 60થી 100ની વચ્ચે રોજ નિશાન લગાવીને તૈયારી કરતા હતા. ત્યાં બખ્તિયાર રોજ 200 શોટ્સ લગાવીને પ્રેકેટિસ કરતો. તેના કારણે તેના આંગળીઓમાં પણ છાલા પડી જતાં.

આખરે તેની મહેનત રંગ લાવી અને પેરુમાં સપ્ટેમ્બર મહિનામાં આયોજિત જુનિયર વર્લ્ડ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં બખ્તિયારૂદિન મલિક, શાર્દુલ વિહાન અને વિઆન કપૂરની ટીમે સિલ્વર મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. બખ્તિયારૂદિને આ મેડલ તેની માતાને અર્પણ કર્યો. તે ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતેને માતાનું સપનું પૂર્ણ કરવા માગે છે. 

ટોપ સ્ટોરી

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Embed widget