રાજ્યમાં આ તારીખથી લગ્નમાં હવે 50થી વધુ લોકો હાજર નહીં રહી શકે, જાણો બીજી શુ કરાઈ મોટી જાહેરાત ?
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આજે ખખડાવી હતી. જેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેટલાક નિર્ણયો જાહેર કર્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં એપ્રિલ-મેના તમામ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે. આ સાથે જ રાજકીય, સામાજિક, જન્મદિવસ વગેરે તેમજ જાહેરમાં તહેવારની ઉજવણી કરવા દેવાશે નહીં.
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આજે ખખડાવી હતી. જેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેટલાક નિર્ણયો જાહેર કર્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં એપ્રિલ-મેના તમામ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે. આ સાથે જ રાજકીય, સામાજિક, જન્મદિવસ વગેરે તેમજ જાહેરમાં તહેવારની ઉજવણી કરવા દેવાશે નહીં. જ્યારે 14 એપ્રિલથી ગુજરાતમાં લગ્ન પ્રસંગોમાં 50થી વધારે લોકો હાજર રહી શકશે નહી.
લગ્ન પ્રસંગોમાં હવે માત્ર 50 લોકોને જ મંજૂરી
એપ્રિલ-મેમાં તમામ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ
સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે કાર્યરત
રાત્રી કર્ફ્યૂવાળા શહેરોમાં કર્ફ્યૂ દરમિયાન નહી યોજી શકાય લગ્ન
30 એપ્રિલ સુધી શૈક્ષણિક કાર્ય બંધ
મંદિરો, મસ્જિદ અને ચર્ચ સહિતના ધાર્મિક સ્થાનો પણ 30 એપ્રિલ સુધી બંધ કરવા અપીલ
અંતિમ વિધી કે ઉતરક્રિયામાં 50થી વધારે એકત્ર નહી થઈ શકે
જાહેરમાં રાજ્ય, સામાજીક, ધાર્મિક કાર્યક્રમો પર લગાવ્યો પ્રતિબંધ
સત્કાર સમારંભ, જન્મદિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર પ્રતિબંધ
એપ્રિલ તથા મે મહિનામાં આવતા તમામ ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી નહી શકાય
તમામ તહેવારો પોતાની આસ્થા મુજબ ઘરમાં કુટુંબ સાથે યોજવાના રહેશે
રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા છે. આજે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.
રાજ્યમાં આજે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.