શોધખોળ કરો

News: બનાસકાંઠામાં કોંગ્રેસનું ધોવાણ શરૂ, એકસાથે આટલા બધા કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં થયા સામેલ

બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની ખિમત જિલ્લા પંચાયતની બેઠકની ચૂંટણીની દરમિયાન 100થી વધુ કાર્યકર્તાઓ જોડાયા ભાજપમાં જોડાયા છે.

Banaskantha: લોકસભા પહેલા જ રાજ્યમાં રાજકીય ગતિવિધીઓ શરૂ થઇ ગઇ છે. તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા રાજકીય કાવાદાંવા શરૂ થઇ ચૂક્યા છે. 100થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓ અચાનક કોંગ્રેસ છોડીને ભાજપની સાથે આવી જતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની ખિમત જિલ્લા પંચાયતની બેઠકની ચૂંટણીની દરમિયાન 100થી વધુ કાર્યકર્તાઓ જોડાયા ભાજપમાં જોડાયા છે. જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ધાનેરા આપ અને કોંગ્રેસમાં ભાજપે મોટું ગાંબડુ પાડ્યુ છે. ચૂંટણી પહેલા જ આપ તાલુકા પ્રમુખ મંગળસિંહ રાજપૂત, ખીમત પૂર્વ સરપંચ અને દરબાર સમાજના આગેવાન નાનુભા વાઘેલા સહિત 100થી વધુ કાર્યકર્તાઓ અચાનક કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ ગયા છે. આ તમામ લોકોએ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે ધારણ કેસરિયો ધારણ કર્યો છે. ધારાસભ્ય માવજી દેસાઈ સહિત બનાસ બેન્કના ચેરમેન સવસીભાઈ ચૌધરી સહિતના આગેવાનોની હાજરીમાં આ તમામ કાર્યક્રમ ગોઠવવામા આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે માઠા સમાચાર છે.

News: બનાસકાંઠામાં કોંગ્રેસનું ધોવાણ શરૂ, એકસાથે આટલા બધા કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં થયા સામેલ

ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા કલેકટરને લખેલો પત્ર બન્યો ચર્ચાસ્પદ

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જિલ્લાના અલગ-અલગ સમાજના લોકો ઉપર પાસા કરવા માટે લખ્યો કલેક્ટરને લેટર લખ્યો છે. એક કે તેથી વધુ વખત દારૂના કેસ થયેલ છે તેવા ઈસમોને પાસા કરવા માટે પત્ર લખી 9 જેટલા ઈસમો સામે ગેનીબેને પાસા કરવા માટે રજુઆત કરી હતી.

ગેનીબેને શું લખ્યું છે પત્રમાં

9 જેટલા ઈસમો ઉપર ગુનાઓ નોંધાયા હોવા છતાં બનાસકાંઠા એસપી દ્વારા તેમને તડીપાર કે પાસા ન કરાયા હોવાના ગેનીબેનના આક્ષેપ છે. જો કોઈ કાર્યવાહી નહિ કરાય તો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાનો તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ગેનીબેને અલગ-અલગ સમાજોના વ્યક્તિઓ ઉપર પાસા કરવાનો પત્ર લખતા અનેક સમાજના લોકોમાં રોષ વ્યાપ્યો છે. ધારાસભ્યને વિકાસના કામ માટે પત્ર લખવો જોઈએ, કોઈને પાસા કરવા માટે પત્ર લખવો એ ધારાસભ્યને શોભતું ન હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.

News: બનાસકાંઠામાં કોંગ્રેસનું ધોવાણ શરૂ, એકસાથે આટલા બધા કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં થયા સામેલ

બનાસકાંઠાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર દારૂબંધીને લઈને આક્રમક થતાં અનેક વખત જોવા મળ્યાં છે. તેમણે પોતાના વિસ્તારમાં જનતા રેડ કરીને દારૂના અડ્ડાઓ ઝડપ્યાં છે. જો કે તાજેતરમાં તેમનો સગો ભાઈ જ દારૂ પીધેલી હાલતમાં મળતાં પોલીસે તેની અટકાયત કરી ભાભર પોલીસ મથકે લાવી પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કર્યો હતો. LCBને ભાભરના અબાસણા ગામે જાહેરમાં દારૂ પીને એક વ્યક્તિ બકવાસ કરતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે અબાસણા ગામે LCBએ રેડ પાડી હતી, જેમાં રમેશ નગાજી ઠાકોર પીધેલી હાલતમાં મળી આવ્યો હતો અને તેની પાસેથી દારૂની બોટલ મળી આવતાં પોલીસે અટકાયત કરી ભાભર પોલીસ મથકે લાવી તેની વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ અંગે દિયોદર ડીવાયએસપીએ મીડિયાને જણાવ્યું હતું કે ભાભરના અબાસણા ગામમાં પ્રહલાદ ઠાકોર દારૂનો વેપલો કરતો હોવાની એલસીબીને બાતમી મળતાં રેડ કરી હતી. જોકે પ્રહલાદ ઠાકોર ઘરે હાજર નહોતો, તેના ઘરમાંથી દારૂની 4 બોટલ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે આ ઘરની બાજુમાં પતરાંવાળી દુકાનમાં ચેક કરતાં રમેશ નગાજી ઠાકોર પીધેલી હાલતમાં મળી આવ્યો હતો.  વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે મીડિયાને જણાવ્યું હતું કે, બનાસકાંઠા એલ.સી.બી ઘણા સમયથી દારૂની લાઇનો ચલાવે છે. એમાં અમે નડતરરૂપ હોવાથી કોઇને કોઇ રીતે દબાવવાના પ્રયત્નો છે. પહેલાં અમારા આગેવાન ઉપર પાસાના કાગળો કર્યા એમાં પણ એમનો મનસુબો પાર ન પડ્યો. ભૂતકાળમાં અમે રેડો પાડી એમાં પણ અમારા પર કેસો દાખલ કરવામાં આવ્યા.જેમાં અમે કાયદાના સહારે ન્યાય મેળવ્યો હતો.   

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget