શોધખોળ કરો

Heart Attack: બનાસકાંઠાના રામભક્તને અયોધ્યામાં હાર્ટએટેક, દર્શન કર્યા બાદ મંદિરમાં ઢળી પડ્યો, મોત

બનાસકાંઠામાં આધેડને હાર્ટ એટેક આવતા નોખા ગામમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે, રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે

Banaskantha News: રાજ્યમાં યુવાનો, બાળકો અને વૃદ્ધોને હાર્ટ એટેકથી મોત થવાનો સિલસિલો હજુ યથાવત છે. હાલમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદરના એક 55 વર્ષીય આધેડનું હાર્ટ એટેકથી મોત થયુ છે. ખાસ વાત છે કે, દિયોદરનો આ વ્યક્તિ અયોધ્યા મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો, ત્યારે દર્શન કર્યા બાદ હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો હતો. બાદમાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

બનાસકાંઠામાં આધેડને હાર્ટ એટેક આવતા નોખા ગામમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે, રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના નોખા ગામના રામભક્ત ગોરધનભાઈ ઠાકોરનું અયોધ્યામાં હાર્ટએટેકથી નિધન થયુ છે. ગોરધાનભાઇ ઠાકોર તાજેતરમાં જ અયોધ્યા મંદિર પહોંચ્યા હતા, જ્યાં મંદિરમાં દર્શન કરી રહ્યાં હતા તે સમયે તમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. મંદિરમાં ગોરધનભાઇ ઢળી પડતા તેમને તાત્કાલિક હૉસ્પીટલમાં લઇ જવાયા હતા, જ્યાં ડૉક્ટરોની ટીમે તમને મૃત જાહેર કર્યા હતા. ગોરધનભાઇના નિધનની સાથે જ સાથી રામભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. ગોરધનભાઇ ઠાકોરની સાથે દિયોદર ભાજપ સંગઠનના કાર્યકરો પણ તેમની સાથે અયોધ્યા ગયા હતા. નોખા ગામના 55 વર્ષીય ગોરધનભાઈ નાગજીભાઈ ઠાકોરનું મોત થતાં પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાયો હતો.

અચાનક બેહોશ થઈ મોતનો સિલસિલો યથાવત, પાંડેસરામાં યુવકે ગુમાવ્યો જીવ

સુરતમાં અચાનક બેહોશ થઈ ગયા બાદ મોતનો સિલસિલો યથાવત છે. પાંડેસરા વિસ્તારમાં યુવક નું અચાનક બેહોશ થઇ જતા મોત થયું હતું. પાંડેસરાના ગીતા નગરમાં રહેતા 30 વર્ષીય વિરલ રાઠોડનું મોત થયું હતું. પરિવાજનોએ હાર્ટ અટેક ની આશંકા વ્યક્ત કરી હતી. જો કે ડૉકટરે કે પીએમ રિપોર્ટરમાં હજુ મોતનું ચોકક્સ કારણ બહાર નથી આવ્યું.

ઘરે આરામ કરતી વખતે થઈ ગયો બેહોશ

વિરલ રાઠોડ ઘરે આરામ કરી રહ્યા હતો ત્યારે રાત્રે બેહોશ થઇ ગયા હતા. વિરલને સારવાર અર્થે 108 મારફત નવી સિવિલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જેને લઈ પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.

 થોડા દિવસ પહેલા સુરતના પુણાગામ માં સરકારી સ્કૂલ પાસે મીરા અંબિકા સોસાયટીમાં રહેતા 45 વર્ષીય જીગ્નેશ વ્રજલાલભાઈ પટેલ ઘરમાં અચાનક છાતીમાં દુઃખાવો પડયો હતો. બાદમાં તે બેભાન થઈ જતા તરત સારવાર માટે નવી સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. બીજા બનાવવામાં લિંબાયતમાં મીઠીખાડી પાસે ડુંભાલ ટેનામેન્ટમા રહેતો 40 વર્ષીય રામકૃષ્ણ સૈમયા બિટલાને પણ છાતીમાં દુઃખાવો ઉપાડતા બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ત્રીજા બનાવમાં પુણાગામમાં હસ્તીનાપુર સોસાયટીમાં રહેતો 27 વર્ષીય દર્શન રસીક વાઘેલા ડીંડોલીમાં સાંઇપોઇન્ટ ખાતે આવેલા સાસરીયામાં ગયો હતો. ત્યાં તેને અચાનક ઉલ્ટી થયા બાદ બેભાન થઇ જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

હાર્ટ એટેક શું છે

હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને 'મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન' કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે જ્યારે હૃદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ સામાન્ય રીતે લોહીના ગંઠાવાનું સંચય છે. જેને બ્લડ ક્લોટિંગ પણ કહેવાય છે, જે ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
Embed widget