શોધખોળ કરો

ગુજરાતમાં હવામાન પલટાયું: મેઘરાજાની તોફાની એન્ટ્રી! ગુજરાતના આ 3 જિલ્લાઓમાં કરા સાથે ધોધમાર વરસાદ

હવામાન વિભાગની આગાહી સાચી પડી, પોશીના અને હડાદ પંથકમાં કરા-વાવાઝોડા સાથે વરસાદથી ગરમીમાં રાહત, પણ પાકને નુકસાનની ભીતિ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં હવામાન બદલાતા કમોસમી વરસાદ, કરા પડ્યા.
  • ઉત્તર ગુજરાતમાં પવન, કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો.
  • આ વરસાદથી ખેડૂતોના ઊભા પાકને નુકસાનની ભીતિ.
  • અમરેલી અને ડાંગમાં પણ વરસાદ-પવનથી વાતાવરણ બદલાયું.

Banaskantha rain update today: હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠાથી લઈને સૌરાષ્ટ્રના અમરેલી અને દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં ક્યાંક ભારે પવન તો ક્યાંક કરા સાથે વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદને કારણે લોકોને આકરા ઉકળાટ અને ગરમીમાંથી તો મોટી આંશિક રાહત મળી છે, પરંતુ ઉનાળુ પાક લેતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે.

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, સાબરકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગુજરાત-રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા પોશીના પંથકમાં પવન અને કરા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પોશીના ઉપરાંત દેલવાડા, આંબા મહુડા, ગણેર અને છોછર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થઈ ગયા હતા. આ સાથે જ વિજયનગર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડતાં નાગરિકોને ગરમીથી છુટકારો મળ્યો છે.

બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના હડાદ પંથકમાં પણ ભારે ઉકળાટની વચ્ચે વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. અહીંના ગ્રામ્ય વિસ્તારો જેવા કે મંડાલી, સાઢોસી, બામણોજ અને આમલોઈમાં ગાજવીજ અને ભારે પવન સાથે કરા પડ્યા હતા. ભારે વરસાદના કારણે અહીં પણ રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા અને વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે, કરા અને વાવાઝોડા સાથે વરસેલા આ વરસાદના કારણે ઉનાળુ બાજરી, મકાઈ અને મગફળી પકવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કારણ કે ઊભા પાકને મોટું નુકસાન થવાની પૂરી ભીતિ છે.

આ પણ વાંચોઃ આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી

માત્ર ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ હવામાનમાં ફેરફાર નોંધાયો છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં અને ખાસ કરીને ઘુઘરાળા સહિતના આસપાસના ગામોમાં વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને ત્યાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. એકંદરે, આ અચાનક આવેલા વરસાદથી લોકોએ ગરમીમાંથી હાશકારો અનુભવ્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી

Frequently Asked Questions

ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે?

ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને ડાંગ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં કરા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.

કમોસમી વરસાદની સાથે કઈ વિશેષ ઘટનાઓ જોવા મળી હતી?

આ વરસાદ ક્યાંક ભારે પવન સાથે તો ક્યાંક કરા સાથે વરસ્યો છે. બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે કરા પડ્યા હતા.

આ કમોસમી વરસાદથી સામાન્ય લોકોને શું રાહત મળી છે?

કમોસમી વરસાદને કારણે લોકોને આકરા ઉકળાટ અને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. વરસાદ પડતા વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ હતી.

આ કમોસમી વરસાદની ખેડૂતો પર શું અસર થઈ છે?

ઉનાળુ પાક લેતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ઊભા પાક જેવા કે બાજરી, મકાઈ અને મગફળીને મોટું નુકસાન થવાની પૂરી ભીતિ છે.

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget