(Source: ECI/ABP News/ABP Majha)
ભરૂચઃ અંકલેશ્વરમાં બે વર્ષની બાળકી પર દુષ્કર્મ, પાડોશી યુવકની કરાઇ ધરપકડ
ભરૂચના અંકલેશ્વરમાં બે વર્ષની બાળકી પર બળાત્કારની ગુજારનાર યુવકની ધરપકડ કરવામાં આવી હતી
ભરૂચઃ ભરૂચના અંકલેશ્વરમાં બે વર્ષની બાળકી પર બળાત્કારની ગુજારનાર યુવકની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, ભરૂચના અંકલેશ્વરમાં બે વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર યુવકની ધરપકડ કરાઇ હતી. પાડોશમાં રહેતા અભિષેક ચૌધરી નામના યુવકે 30 નવેમ્બરે અને બીજી ડિસેમ્બરે બાળકી પર દુષ્કર્મ ગુજાર્યો હતો. બાળકીના પિતા નોકરી ગયા હતા ત્યારે માતા અને બાળકી ઘરે એકલા હોવાથી બાળકીને બહાર લઈ જવાનું કહી અભિષેક ચૌધરીએ બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, માતા-પિતાને ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે નરાધમ યુવકની ધરપકડ કરી હતી.
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથક ખાતે બળાત્કાર અંગેનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ૩૭૬ અને પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં હવસખોરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Crime News: 75 વર્ષીય મહિલાની ઘરમાંથી હાથ બાંધેલી લાશ મળતાં ચકચાર, જાણો વિગત
Panchmahal News: પંચમહાલમાં કલોલ તાલુકાના વેજલપુરમાં વૃદ્ધાને બંધક બનાવી હત્યા કરવામાં આવી છે. લૂંટના ઇરાદે હત્યા કરી હોવાની આશંકા છે. 75 વર્ષીય મીનાક્ષી મોદી નામના મહિલાની પાછળનાં ભાગે હાથ બાંધેલી હાલતમાં ઘરમાંથી લાશ મળી આવી છે. હાલ વેજલપુર પોલીસ બનવા સથળે પહોચી તપાસ હાથ ઘરી છે.
મધ્યપ્રદેશના જબલપુરમાં એક બસ ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આવ્યો. ડ્રાઇવરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થઇ ગયું. જ્યારે બસે કાબૂ ગુમાવતાં ત્રણ લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
મૃતક ડ્રાઈવરની ઓળખ હરદેવ પાલ સિંહ તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે હરદેવ રાબેતા મુજબ દમોહનાકાથી બરેલા રૂટ પર મેટ્રો બસ ચલાવી રહ્યા હતા. દામોહનાકા પાસે સવારે 11 વાગ્યાની આસપાસ બસના હરદેવને અચાનક હૃદયરોગનો હુમલો આવતા બસ બેકાબૂ બની હતી. તે દરમિયાન બસે કારને ટક્કર મારતાં કારની આગળ બાઇક પર સવાર યુવક અથડાઇ ગયો હતો અને તેને ગંભીર ઇજા પહોંચી હતી. બસે એક ઈ-રિક્ષાને પણ કચડી નાંખી હતી. કોઈક રીતે બસ રોકાઈ ગઈ. આ દરમિયાન દમોહનાકા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બસની સવારી પણ ખોરવાઈ ગઈ. લોકોએ જોયું કે મેટ્રો બસનો ડ્રાઈવર સીટ પર બેઠો હતો. નજીક જઈને લોકોએ જોયું કે બસ ડ્રાઈવર 50 વર્ષીય હરદેવ પાલ સિંહનો શ્વાસ બંધ થઈ ગયો હતો