શોધખોળ કરો

Bhavnagar : કપચી ભરેલા ટ્રકના વજનથી પૂલ વચ્ચેતી તૂટી ગયો, દુર્ઘટના ટળી

કપચી ભરેલો ભારે ટ્રક પુલ ઉપરથી પસાર થતા પુલ વચ્ચેથી ભાંગી ગયો. ટ્રકના વજનથી પુલ વચ્ચેથી તૂટી અને બેસી જતા આ માર્ગનો વાહન વ્યહાર ઠપ થયો છે.

ભાવનગરઃ તળાજાના દાઠા ગામનો પુલ તૂટ્યો છે. કપચી ભરેલો ભારે ટ્રક પુલ ઉપરથી પસાર થતા પુલ વચ્ચેથી ભાંગી ગયો. ટ્રકના વજનથી પુલ વચ્ચેથી તૂટી અને બેસી જતા આ માર્ગનો વાહન વ્યહાર ઠપ થયો છે. વર્ષો જૂનો પુલ બેસી જતા આસપાસના 5 થી 6 ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડશે. જોકે તંત્ર  આ પુલ જલ્દી કરાવે તેવી લોક માંગ ઉઠી છે.

તળાજા નજીક આવેલ દાઠા ગામ માં ગઈ કાલે પુલ ધરાશાઇ થતા આસપાસના 20 જેટલા ગામોને જોડતો રસ્તો બંધ થતાં આસપાસના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ પુલનું નિર્માણ 1971 માં કરવામાં આવ્યું હતું, પરંતુ આટલા વર્ષોથી પુલની હાલત કફોડી બની હતી, જેને કારણે ગઈ કાલે આ પુલે દમ તોડી દેતા પુલના બે ભાગ થઈ ગયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ પુલ ધરાશાય થતા 20 જેટલા ગામો સમ્પર્ક વિહોણા થઈ ગયા છે. ગામ લોકોનું કહેવું છે કે આ પુલ એક માત્ર રસ્તો હતો એ પણ તૂટી પડતા પરેશાન થવાનો વારો આવ્યો છે. 

દાઠા ગામનો પુલ ધરાશાય થતા બોરડાથી તળાજા જવા માટે હવે લોકોને 30 કિમિ ફરીને જવા મજુબર થવું પડશે. કેમ કે આ એક માત્ર પુલ હતો અને આસપાસના 20 જેટલા ગામો આ પુલ પરથી પસાર થતા હતા. લોકોનું કહેવું છે કે આલ્ટ્રાટેક કંપનીના લોડિંગ વાહનોની અવરજવરના કારણે આ પુલ બેસી ગયો છે. તંત્રને આ બાબતે અનેકવાર રજુઆત કરવા છતાં આ પુલનું સમારકામ કે રીપેરીંગ ના કરાવ્યું. અંતે આ પુલ તૂટી પડ્યો અને હવે આ પુલને ક્યારે તંત્ર બનાવશે તે પણ એક પ્રશ્ન છે. કેમ કે સુપ્રીદ્ધ ચામુંડા માતા મંદિર કોટડા યાત્રાધામને જોડતો આ પુલ હતો. 

અહીંયા હજારો યાત્રિકો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે, પરંતુ આ પુલ તૂટી પડતા હવે યાત્રિકોને પણ 30 કિમિ ફરી ને દર્શનાર્થે આવવું પડશે અને લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે આ મામલે તળાજાના મામલતદારને પૂછતા તેમણે જણાવેલ કે ઘટનાની જાણ થતા નાયબ મામલતદારને ઘટના સ્થળે મોકલી આપ્યા હતા અને ત્યાં તત્કાલિક ધોરણે બીજો રસ્તો બનાવી કોઈને પણ અગવડતા ના પડે તે માટે રસ્તો તૈયાર કરવા નું કામ શરૂ કરી દીધું છે અને જલ્દીથી આ પુલનું નવ નિર્માણ કરવામાં આવશે, તેવું આશ્વાસન આપ્યું હતું. પરંતુ હાલ તો લોકો તંત્રના પાપે હાલાકી ભોગવી રહ્યા છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget