ભુજઃ યુવક શરીર સુખ માણવા યુવતીને લઈને રૂમમાં ગયો, રંગરેલિયાં મનાવતો હતો ને મહિલા આવી ગઈ......
યુવાનને સોશિયલ મીડિયા પર પરિચયમાં આવેલી યુવતીએ શરીર સુખ માણવા માટે બોલાવ્યો હતો. યુવક શરીર સુખ માણવાની લાલચમાં ગયો હતો.
ભુજઃ ભુજ તાલુકાના સુખપર ગામના યુવાનને સોશિયલ મીડિયા પર પરિચયમાં આવેલી યુવતીએ શરીર સુખ માણવા માટે બોલાવ્યો હતો. યુવક શરીર સુખ માણવાની લાલચમાં ગયો હતો. છોકરી સાથે રૂમમાં રંગરેલિયાં મનાવવામાં વ્યસ્ત હતો ત્યારે જ આવેલી મહિલાએ યુવક પર આક્ષેપ મૂકયો હતો કે, મારી દીકરી પર બળાત્કરા ગુજાર્યો છે.
આ બહાને યુવક પાસેથી પચાસ હજાર પડાવ્યા પછી બ્લેકમેઈલિંગનો સિલસિલો શરૂ થયો હતો. યુવક પાસેથી આ રીતે લાખો રૂપિયા પડાવ્યા પછી તેનું અપરહણ પણ કરાયું હતું. યુવકે ફરિયાદ કરતાં પોલીસે ત્રણ યુવકને ઝડપી લીધા છે. મહિલાની પણ ઓળખ કરી દેવાઈ છે અને તેને પણ ઝડપી લેવાશે. હનીટ્રેપની જાળમાં ફસાવી પોલીસના નામે યુવકનું અપહરણ કરી 16 લાખની ખંડણી માંગવાના કેસમાં પશ્ચિમ કચ્છ પોલીસે ત્રણ આરોપીને દબોચી લીધા છે.
આ ઘટનાની વિગત એવી છ કે, સુખપર ગામમાં રહેતા 36 વર્ષીય વિનોદ ગોરસિયા નામના યુવકને શરીર સુખ માના માટે છોકરી જોઈએ છે તેવી લાલચ આપીને કોલગર્લ પાસે મોકલવામાં આવ્યો હતો. ફરિયાદી યુવાન છોકરી સાથે રૂમમાં ગયો અને રંગરેલિયાં મનાવી રહ્યો હતો ત્યારે એક મહિલાએ આવીને યુવકને ધમકી આપી કે, તેં મારી દીકરી પર બળાત્કાર ગુજાર્યો છે. તેણે મામલો શાંત પાડવા રૂપિયા લઈ લીધા હતા.
આ ઘટના પછી પોતાને પોલીસ તરીકે ઓળખાવનારી મહિલાએ આવીને ફરિયાદ ન નોંધવાના રૂપિયા 50 હજાર પડાવી લીધા હતા. ત્યાર પછી બ્લેકમેઈલિંગ શરૂ થયું હતું, બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ દવા પી લીધી છે, હવે મરી ગઈ છે જેવા વિવિધ બહાના કરી વિનોદ પાસેથી લાખો રૃપિયા લઈ લેવામાં આવ્યા હતા. બાદમાં અચાનક વિનોદનું મીરજાપરના બસ સ્ટેન્ડથી અલ્ટો કારમાં અપહરણ કરીને 16 લાખની ખંડણી માંગવામાં આવી હતી. તે સમયે ગાડીમાં માર મારી 16 હજાર લૂંટી લેવાયા હતા. ગાડીમાં આવેલા શખ્સો કથીત રીતે એલસીબીના માણસો હોવાની ઓળખ અપાઈ હતી જેથી માનકુવા પોલીસે તપાસ કરીને ભુજની રાવલવાડીમાંથી આરોપી પરેશ રમેશ ગોહિલને ઉઠાવી પૂછપરછ કરતા સગીર અને મીરજાપરના રતન ગઢવીનું નામ સામે આવતાં ત્રણેય આરોપીઓની અટકાયત કરી 16 હજાર રિકવર કરવામાં આવ્યા છે. હનીટ્રેપમાં સંડોવાયેલી મહિલાના નામ સામે આવતા તેની શોધખોળ જારી હોવાનું ભુજ ડીવાયએસપી જે.એન.પંચાલે જણાવ્યું હતું.