Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં ભાજપે 15 ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
આજે દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં 195 ઉમેદવારો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આજે દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં 195 ઉમેદવારો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
- કચ્છ- વિનોદ ચાવડા
- બનાસકાંઠા- ડૉ રેખાબેન ચૌધરી
- પાટણ- ભરતસિંહ ડાભી
- ગાંધીનગર- અમિત શાહ
- અમદાવાદ પશ્ચિમ- દિનેશ મકવાણા
- રાજકોટ- પરુશોત્તમ રુપાલા
- પોરબંદર- મનસુખ માંડવિયા
- જામનગર- પૂનમબેન માડમ
- આણંદ- મિતેશ પટેલ
- ખેડા-દેવુસિંહ ચૌહાણ
- પંચમહાલ-રાજપાલ સિંહ મહેંદ્રસિંહ જાદવ
- દાહોદ -જસવંતસિંહ ભાભોર
- ભરુચ- મનસુખ વસાવા
- બારડોલી-પ્રભુભાઈ વસાવા
- નવસારી-સીઆર પાટીલ
BJP announces first list of candidates for Lok Sabha elections; PM Modi to contest from Varanasi.
— ANI (@ANI) March 2, 2024
The first list of candidates includes 34 central ministers and MoS and Lok Sabha Speaker, says BJP National General Secretary Vinod Tawde. pic.twitter.com/05zQ1FUUCg
જેમાં જણાવવામાં આવ્યું છે કે,પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે.આ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કચ્છથી વિનોદ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. બનાસકાંઠાથી ડૉ રેખાબેન ચૌધરી, પાટણથી ભરતસિંહ ડાભી, ગાંધીનગરથી અમિત શાહ, અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા, રાજકોટ પુરુશોત્તમ રુપાલા, પોરબંદર મનસુખ માંડવિયા, જામનગર પૂનમબેન માડમ, આણંદ મિતેશ પટેલ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ રાજપાલ સિંહ મહેંદ્રસિંહ જાદવ, દાહોદ જસવંતસિંહ ભાભોર, ભરુચ મનસુખ વસાવા, બારડોલી પ્રભુભાઈ વસાવા, નવસારીથી સીઆર પાટીલને ટિકિટ આપવામાં આવી છે.
પ્રેસ કોન્ફરન્સની મહત્ત્વની બાબતો
- વારાણસીથી-પીએમ નરેન્દ્ર મોદી
- અંદમાન નિકોબાર- વિષ્ણુપડા રે
- અરુણચાલ પ્રદેશ- કિરણ રિજ્જુ
- અરુણાચલ ઈસ્ટ- તાકીર ગાઓ
- શીલચર- પરિમલ શુકલા વૈદ્ય
- કચ્છ- વિનોદ ચાવડા
- બનાસકાંઠા- રેખાબેન ચૌધરી
- પાટણ-ભરતસિંહ ડાભી
- ગાંધીનગર-અમિત શાહ
- અમદાવાદ પશ્ચિમ-દિનેશ મકવાણા
- પ્રથમ લિસ્ટમાં 195 બેઠકના ઉમેદવાર જાહેર
- 28 મહિલાઓને ટિકિટ
- 34 કેન્દ્રીય મંત્રીઓને ટિકિટ
- 28 મહિલાઓને ટિકિટ
- 47 યુવા ચહેરાઓને ટિકિટ
- 27 SC ચહેરાને ટિકિટ
- 18 ST ચહેરાને ટિકિટ
- 57 OBC ચહેરાને ટિકિટ
પ્રથમ લિસ્ટમાં ક્યા રાજ્યના કેટલા ઉમેદવાર?
- ગુજરાતના 15 ઉમેદવાર
- ઉત્તર પ્રદેશના 51 ઉમેદવાર
- મધ્ય પ્રદેશના 24 ઉમેદવાર
- રાજસ્થાનના 15 ઉમેદવાર
- કેરળના 12 ઉમેદવાર
- તેલંગાણાના 9 ઉમેદવાર
- આસામના 11 ઉમેદવાર
લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોના નામ પર અંતિમ નિર્ણય લેવા માટે 29 ફેબ્રુઆરીએ દિલ્હીમાં બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજાઈ હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. રાત્રે લગભગ 1.30 વાગ્યા સુધી ભાજપના આગેવાનો ભાજપના મુખ્યાલયમાં અવર જવર જોવા મળી હતી.