શોધખોળ કરો

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ઉડાડ્યા નિયમોના ધજાગરા, ઘરે ભેગી કરી સમર્થકોની ભીડ

કાર્યકર્તાઓને માસ્ક પહેરવાની અપીલ કરવાના સ્થાને ખુદ અલ્પેશ ઠાકોરો જ નિયમોનો ભંગ કરી અને કાર્યકર્તાઓ સાથે સેલ્ફી લીધી હતી.

કોરોનાની બીજી લહેર કમજોર પડતા નિયંત્રણો હળવા થતાં જ નેતાઓ ભાન ભૂલ્યા છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરના નિવાસસ્થાને સમર્થકોનો જમાવડો થયો હતો. શુભેચ્છા મુલાકાતના નામે અહેં નિયમોના ધજાગરા ઉડ્યા હતા. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં અલ્પેશ ઠાકોરના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

કાર્યકર્તાઓને માસ્ક પહેરવાની અપીલ કરવાના સ્થાને ખુદ અલ્પેશ ઠાકોરો જ નિયમોનો ભંગ કરી અને કાર્યકર્તાઓ સાથે સેલ્ફી લીધી હતી. ફોટો પડાવવા માટે અલ્પેશ ઠાકોર અને તેમના સમર્થકો સોશલ ડિસ્ટેસિંગના નિયમનો પણ સત્યાનાશ વાળ્યો હતો. એટલુ જ નહીં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ આ ફોટો પોતાના  ફેસબુક પેજ પર ફોટો અપલોડ કરતાની સાથે વાયરલ થયા હતા.

ગુજરાતમાં કોરોના કેસ

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે 500થી પણ ઓછા  નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલે કોરોના સંક્રમણના 455  કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 6   દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9997 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 1063  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.53  ટકા છે.

ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગઈકાલે  સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 2,34,501 વ્યક્તીઓને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં ગઈકાલે કુલ 1063  દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.53 ટકા છે.

રાજ્યમાં અત્યાર સુધી 8,00,075 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 10249 પર પહોંચ્યો છે. જેમાંથી 253 દર્દી વેન્ટિલેટર પર અને 9996  લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.53 ટકા છે.

સુરત કોર્પોરેશનમાં 71, અમદાવાદ કોર્પોરેશનમાં 54, વડોદરા કોર્પોરેશનમાં 41,  વડોદરા 31,  સુરત 25, રાજકોટ 24, રાજકોટ કોર્પોરેશન 22,  જૂનાગઢમાં 19, નવસારી 17, જૂનાગઢ કોર્પરેશન 15,  ગીર સોમનાથમાં 14,  ભરુચ 11, કચ્છ 10, અમરેલી 9, જામનગર કોર્પોરેશન 9, પંચમહાલ 8, વલસાડ 8, મહેસાણા 7, બનાસકાંઠા 6, દેવભૂમિ દ્વારકા 6, ખેડા 5, પોરબંદર 5, સાબરકાંઠામાં 5 કેસ નોંધાયા હતા.

ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 1, અમદાવાદ કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 1, દેવભૂમિ દ્વારકા 1, સાબરકાંઠા 1 મોત સાથે કુલ 6 લોકોના મોત થયા છે.

રાજ્યમાં સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના સાજા થવાનો દર 97.53 ટકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget