શોધખોળ કરો
Advertisement
ભરૂચમાં પાણી ચોરી કેસમાં ભાજપના નેતાની ધરપકડ, જાણો શું હતો સમગ્ર મામલો
પરેશ પટેલે સમગ્ર ઘટના મામલે જણાવ્યું હતું કે, મેં પાણી મેળવા માટે સિંચાઈ વિભાગને અરજી કરી હતી. પરંતુ સિંચાઈ વિભાગ તરફથી કોઇ જવાબ ના મળતાં અમે પાણી કેનાલમાંથી પોતાના તળાવમાં ભર્યું હતું. જેના કારણે આ આખો મામલો વિવાદિત બન્યો હતો.
ભરૂચ: ભરૂચમાં પાણી ચોરી મામલે ભાજપના નેતાની ધરપકડ કરવામાં આવી છે પરંતુ ધરપકડ બાદ તરત જામીન પર છૂટકારો મળી ગયો હતો. ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય પરેશ પટેલના તળાવમાં કેનાલમાંથી લાખો લીટર પાણી ચોરી લેવામાં આવતું હતું. જેના કારણે ભાજપના પરેશ પટેલ પર આચારસંહિતાની કલમ 480 હેઠળ નહેરમાંથી પાણી ચોરીના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ધરપકડના કલાકોના જ સમયમાં તેમને જામીન મળી ગયા હતાં.
પરેશ પટેલે સમગ્ર ઘટના મામલે જણાવ્યું હતું કે, મેં પાણી મેળવા માટે સિંચાઈ વિભાગને અરજી કરી હતી. પરંતુ સિંચાઈ વિભાગ તરફથી કોઇ જવાબ ના મળતાં અમે પાણી કેનાલમાંથી પોતાના તળાવમાં ભર્યું હતું. જેના કારણે આ આખો મામલો વિવાદિત બન્યો હતો.
ભરૂચમાં પાણી ચોરીની માહિતી મળતા સિંચાઇ વિભાગના અધિકારીઓ તાબડતોડ રીતે અધિકારીઓ આવી પહોંચ્યા હતા પરંતુ તે જગ્યા અધિકારીઓને કંઈ મળ્યું નહોતું. પરંતુ પાણી ચોરીના આરોપને લઈને ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.
આ ઘટનામાં પોલીસે ભાજપના નેતા પર લાગેલા પાણી ચોરીના આરોપસર કલમ 480 હેઠળ પાણી નહેરમાંથી ચોરવાનો ગુન્હો નોંધી તેની ધરપકડ કરી હતી પરંતુ થોડાક જ સમયમાં તેને જામીન મળી ગયા હતા. જામીન પર બહાર આવ્યા પછી તેણે મીડિયા સાથે વાતચીત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion