ઉર્જા વિભાગના કથિત ભરતી કૌભાંડમાં ભાજપના નેતાનું નામ આવતાં હડકંપ, ભાજપ નેતાએ શું કર્યો ચોંકાવનારો દાવો?
અવધેશ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું કે, હું ભાગી નહોતો ગયો. જાતે જ મારુ લોકેશન આપ્યુ હતુ. પાર્ટી પ્રમુખને પૂછવુ પડે પણ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
![ઉર્જા વિભાગના કથિત ભરતી કૌભાંડમાં ભાજપના નેતાનું નામ આવતાં હડકંપ, ભાજપ નેતાએ શું કર્યો ચોંકાવનારો દાવો? BJP leader Avdhesh Patel claim I am not run from media after allegations of involvement of energy department of Gujarat ઉર્જા વિભાગના કથિત ભરતી કૌભાંડમાં ભાજપના નેતાનું નામ આવતાં હડકંપ, ભાજપ નેતાએ શું કર્યો ચોંકાવનારો દાવો?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/05/4d21898870538027e324f373e3f45b65_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અરવલ્લીઃ ઊર્જા વિભાગમાં કથિત કૌભાંડમાં ભાજપ યુવા મોરચા મહામંત્રી ધનસુરાના અવધેશ પટેલ સામેલ હોવાનો આક્ષેપ થતાં હડકંપ મચી ગયો હતો. ત્યારે આજે અવધેશ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું કે, હું ભાગી નહોતો ગયો. જાતે જ મારુ લોકેશન આપ્યુ હતુ. પાર્ટી પ્રમુખને પૂછવુ પડે પણ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. મિડિયા મિત્રોને એમ કહીને નીકળ્યો હતો કે વાતથાય પછી બાઈટ આપીશ. ભાગ્યો નહોતો. માનસિક કંટાળી ગયો હતો તેથી ફોન સ્વિચ ઓફ કર્યો હતો. પ્રેસ પતે એટલે જવાબ લખાવા જઈશ. રાજકીય સ્ટંટ લાગે છે.
તેમણે કહ્યું કે, મારુ ઈન્વોલ્વમેન્ટ હોય તો કાયદાકીય કાર્યવાહીમાં સાથ આપવા તૈયાર છુ. યુવરાજ આપ પાર્ટી સાથે સંપર્કમાં છે. સાચુ ખોટુ હાલ ખબર નથી. રાજકીયો રોટલો શેકવા માટે કરી શકે છે. હું એક પણ વિદ્યાર્થીને ઓળખતો નથી. પર્સનલી ઓળખતો નથી. કોલ ડિટેઈલ્સ કઢાવો પણ કંઈ નહી મળે. હું ખેતી, પશુપાલન, પત્ની ઘરે છે. પરિવારમાં કોઈ નોકરી કરતુ નથી. હું બદનક્ષીનો દાવો કરવા જઈ રહ્યો છુ. મિડિયા દ્વારા બધુ જોવામાં આવ્યુ. ફરિયાદ કરવાનો છુ.
તેમણે કહ્યું કે, રાજકીય રીતે મને બદનામ કરવાનું કાવતરુ મને લાગે છે. હું કલાસિસ નથી ચલાવતો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છુ. પ્રોટોકોલ પ્રમાણે પાર્ટી પ્રમુખને જાણ કરવી પડે. એવુ નથી હું ભાગી ગયો હતો.
ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડનો આક્ષેપ, ક્યા વિભાગની ભરતીમાં એક જ ગામના 17 લોકોને મળી નિમણૂક ? જાણો શંકાસ્પદોનાં નામ
ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પરિષદ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્ક પેપર લીક કેસનો મુદ્દો ગાજી રહ્યો છે ત્યારે આ કૌભાંડને ખુલ્લુ પાડનારા યુવરાજસિંહ જાડેજાએ વધુ એક ભરતી કૌભાંડનો આક્ષેપ કર્યો છે.
યુવરાજસિંહે આક્ષેપ કર્યો કે, છેલ્લા વર્ષોમાં ઊર્જા વિભાગ દ્વારા કરવામાં આવેલ ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે અને અત્યારે પણ ભરતીમાં કૌભાંડ ચાલી રહ્યું છે. તેણ કહ્યું કે, UGVCL, DGVCL, GETCO ની ભરતીમાં કૌભાંડ ચાલી રહ્યું છે. ઊર્જા વિભાગની ભરતીના કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી જિલ્લાનું બાયડ છે. આ ભરતીમાં એક જ ગામના 18 વિદ્યાર્થીઓને નિમણૂક મળી ચે. આ રીતે એક જ ગામના વિદ્યાર્થી પાસ થાય એ શક્ય નથી.
યુવરાજે આક્ષેપ કર્યો કે, આ કૌભાંડ ઓનલાઈન આચરવામાં આવેલું અને 2021ની ભરતીમાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ રીતે ભરતીમાં પાસ થનારા હવે સિસ્ટમ ના ભાગ છે. યુવરાજસિંહે દાવો કર્યો કે, અમારી ટીમને કોઈ પણ જાતિ, જ્ઞાતિ કે અધિકારી માટે રાગ દ્વેષ નથી પણ છેલ્લા વર્ષો માં ઊર્જા વિભાગ દ્વારા કરવામાં આવેલ ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે અને અત્યારે પણ ચાલી રહ્યું છે કે જે યુવાનોના હિતમાં નથી તેથી આ કૌભાંડ બહાર પાડ્યું છે. યુવરાજે આ ભરતી કૌભાંડમાં કોણ કોણ સામેલ છે તેમનાં નામ પણ આપ્યાં હતાં.
આ પૈકી નીચેના લોકો વચેટિયા હોવાનો દાવો તેમણે કર્યો છે.
- અવધે શપટેલ (ધનસુરા બાયડ, શિક્ષક)
2. અરવિંદ પટેલ
3. પ્રજાપતિ
4. શ્રીકાંત શર્મા (વડોદરા
Online examination body nsc It ના સંપર્ક માં છે - અજયપટેલ(બાયડ) જેની ભૂમિકા હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં જોવા મળી છે
5. હર્ષદ નાઈ (શિક્ષક)
આ ઉપરાંત નીચેનાં લોકોનાં નામ પણ તેણે આપ્યાં છે.- ધવલ પટેલ
2. કરુષણ પટેલ
3. હિતેશ પટેલ
4. રજનીશ પટેલ
5. પ્રિયમ પટેલ
6. આંચલ પટેલ
7. રાહુલ પટેલ (પતિ પત્ની)
8.પ્રદીપ પટેલ
9.કાંતિ પટેલ
10. જીગિશા પટેલ
11. ધ્રુવ પટેલ લાભાર્થી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)