(Source: ECI/ABP News/ABP Majha)
C.R. પાટીલ-નીતિન પટેલના કાર્યક્રમમાં ભાજપ કાર્યકરોનાં કપાયાં ખિસ્સાં, જાણો ક્યાં અને શું હતો કાર્યક્રમ ?
પાટડી નગરપાલિકા દ્વારા નવનિર્મીત કામધેનુ સર્કલ તથા પાટડી મેઇન ચાર રસ્તા પાસે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી તથા પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કરાયું.
સુરેન્દ્રનગર: પાટડી નગરપાલિકા દ્વારા નવનિર્મીત કામધેનુ સર્કલ તથા પાટડી મેઇન ચાર રસ્તા પાસે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી તથા પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાંની અનાવરણ વિધી કરવામાં આવી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સહિતના રાજકારણીઓની હાજરીમાં યોજાયેલા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડીત દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમા અનાવરણ વિધી કાર્યક્રમમાં 12થી 15 લોકોના ખીસ્સા કપાતા લોકો ફરીયાદ કરવા પાટડી પોલિસ મથકે દોડી ગયા હતા. આટલો મોટો બંદોબસ્ત હોવા છતાં ખિસ્સા કાતરુઓને મોકળું મેદાન મળ્યું હતું.
પાટડી પ્રતિમાઓની નગરીઃ પાટીલ
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, દેશમાં બે સીટથી શરૂ કરેલા ભાજપના કાર્યમાં લોકો જોડાતા ગયા અને કારવા બનતા ગયા અને સાથે એમણે જણાવ્યું કે, પાટડીમાં પ્રવેશતા ચારેય બાજુ મહાન વિભૂતિઓની પ્રતિમાઓ નિહાળી એવુ લાગ્યું કે પાટડી પ્રતિમાઓની નગરી છે. એમણે ડો.શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડીત દિનદયાલજી ઉપાધ્યાયજીની પ્રતિમાની અનાવરણ વિધી કરવા બદલ પાટડી નગરપાલિકાના હોદ્દેદારોનો આભાર માન્યો હતો.
પાટડી સાથે જૂનો નાતોઃ નીતિન પટેલ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, મેં મારા ફોટોગ્રાફર જોડે ફોટા પડાવી પાટડી નગરપાલિકાએ ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી તથા પંડીત દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમાની અનાવરણ વિધી કરી એ હું આખા ગુજરાતની નગરપાલિકામાં લાગુ કરવા પ્રયત્ન કરીશ. મીઠાની નગરી ગણાતી એવી પાટડીમાં મીઠા ઉદ્યોગમાં કડીની 1000 જેટલી ટ્રકો ફરતી હતી. એ સમયે હું કડીની ટ્રકમાં આખા રણમાં ખુબ ફર્યો છુ અને પાટડીમાં હાલમાં મારા ફૈબા પણ રહે છે. એટલે પાટડી સાથે મારે ખુબ જૂનો નાતો છે. આમેય પાટડી એ સોનાની હાટડી ગણાય છે.