Tiranga Yatra: 11 ઓગસ્ટથી ભાજપની વિશાળ તિરંગા યાત્રાનું આયોજન, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં યોજાશે રેલી
BJP, Tiranga Yatra: ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 11 ઓગસ્ટથી દેશભરમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવશે
BJP, Tiranga Yatra: ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 11 ઓગસ્ટથી દેશભરમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવશે, 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે આ યાત્રાનું ગુજરાતમાં પણ આયોજન કરાશે, જેને લઇને સરકાર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.
માહિતી પ્રમાણે, આગામી 11 ઓગસ્ટે ગુજરાતના મોટા શહેરોમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળશે. રાજ્યના ચાર મહાનગરોમાં તિરંગા યાત્રા યોજાશે. 10 ઓગસ્ટે રાજકોટમાં તિરંગા યાત્રા યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા હાજર રહેશે. આ પછી 11 ઓગસ્ટે સુરતમાં તિરંગા યાત્રા નીકળશે જેમાં મુખ્યમંત્રી અને કેંદ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરી રહેશે. 12મી ઓગસ્ટે વડોદરામાં અને 13મી ઓગસ્ટે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાની રેલી નીકળશે. આ રેલીમાં વિવિધ ટેબ્લો પ્રદર્શિત કરાશે. અમદાવાદ અને સુરતમાં પોલીસ, અર્ધલશ્કરી દળ અને સેનાના જવાનો આ તિરંગા યાત્રામાં જોડાશે. યાત્રા દરમિયાન એસ.ટી. બેસોના મુસાફરોને પણ તિરંગાનું વિતરણ કરવામાં આવશે. તિરંગા યાત્રા દરમિયાન સરકાર દ્વારા ત્રિરંગા વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
15 ઓગસ્ટની શાનદાર ઉજવણી માટે રાજ્યભરમાં 10 ઓગસ્ટથી ભાજપ તિરંગા યાત્રા કાઢશે. જેની શરૂઆત રાજકોટથી કરાશે. 10 ઓગસ્ટે ભાજપની તિરંગા યાત્રાની શરૂઆત રાજકોટથી કરાશે. જે તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.
રાજકોટમાં 50 હજારથી વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાશે. 11 ઓગસ્ટે સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. સુરતમાં એક લાખથી વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાશે. સુરતની તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ જોડાશે. 14 અને 15 ઓગસ્ટે હર ઘર તિરંગા યાત્રા યોજાશે. યાત્રાને સફળ બનાવવા મંડળ પ્રમુખથી લઇને મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવશે.
સુરતમાં એક લાખથી વધુ લોકો જોડાય તેવી સંભાવના
રાજકોટની તિરંગા યાત્રામાં 50 હજારથી વધુ લોકો અને ભાજપના કાર્યકર્તાઓ જોડાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. તો 11 ઓગસ્ટે સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં યોજાનારી તિરંગા યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. સુરતની તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેશે. 14 અને 15 ઓગસ્ટે હર ઘર તિરંગા યાત્રા યોજાશે. તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે મંડળ પ્રમુખથી લઈને મંત્રીઓને તેમની જવાબદારી સોંપવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં આવ્યું છે. પ્રદેશ ભાજપના અગ્રણીઓની આજે કમલમમાં મેરેથોન બેઠક યોજાશે. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સવારે 10 વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી બેઠક ચાલશે. જેમાં જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓ હાજર રહેશે. સાથે જ વિવિધ મોરચાના અધ્યક્ષ અને અગ્રણી હોદ્દેદારો પણ બેઠકમાં જોડાશે. જેમાં વિધાનસભાની પેટા ચૂંટણી અંગે પણ બેઠકમાં મંથન થશે. દિવાળી આસપાસ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાશે.