Local Body Election result 2025: વાંકાનેર નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત, 25માંથી 15 બેઠક પર કબ્જો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ મહાનગર પાલિકા પર ભાજપે કબ્જો મેળવી લીધો છે. 60માંથી 37 બેઠક પર વિજય મેળવ્યો છે. જાણીએ અન્ય અપડેટ્સ

Local Body Election result 2025: ગત 16 ફેબ્રુઆરીએ યોજાયેલી સ્થાનિક સ્વરાજના ચૂંટણીજંગનું આજે પરિણામ આવી રહ્યું છે. સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ચૂકી છે, મોટાભાગની બેઠક પર ભાજપનો ભવ્ય વિજય જોવા મળી રહ્યો છે. મંગળવારનો દિવસ ભાજપ માટે મંગલમય સાબિત થઇ રહ્યો છે. મોરબી વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે. ઉલ્લેખનિય છે કે, 11 બેઠક પર ભાજપની બિનહરિફ જીત હતી. વાંકાનની અન્ય 3 બેઠકો પર ભાજપની જીત થતાં 28માંથી 15 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ મહાનગર પાલિકા પર ભાજપે કબ્જો મેળવી લીધો છે. 60માંથી 37 બેઠક પર વિજય મેળવ્યો છે. તો 68 નગરપાલિકામાંથી 28માં પણ ભાજપ આગળ ચાલી રહી છે. થાનગઢ નગરપાલિકામાં વોર્ડ-3માં ભાજપની પેનલનો વિજય થયો છે. અહીં બિલીમોરામાં ભાજપના 2 ઉમેદવાર જીત્યા છે. તો અપક્ષના 2 ઉમેદવારે વિજય મેળવ્યો છે. બિલીમોરામાં મોટો અપસેટ સર્જાયો છે. અહીં નગરપાલિકાના પ્રમુખની હાર થઇ છે. બિલીમોરા નગરપાલિકા ના પ્રમુખ વિપુલા મિસ્ત્રીનો પરાજય થયો છે. ઉલ્લેખનિય છે કે,
જુનાગઢ મનપામાં વોર્ડ નંબર 9માં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા સામે ચૂંટણી લડેલા કોંગ્રેસના ઉમેદવાર મહિપતસિંહ બસીયાએ ભાજપમાં જોડાવાવનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી. જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ. જેના પગલે હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા હતાં.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ
ચૂંટણી પહેલા જ 68 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1 હજાર 677 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો માટે કુલ 4 હજાર 374 ઉમેદવારો મેદાનમાં છે. જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠક પૈકી 8 બેઠક સંપૂર્ણ બિનહરિફ થઈ છે, બાકીની 52 બેઠકો માટે કુલ 157 ઉમેદવાર મેદાનમાં છે. જ્યારે કે અમદાવાદ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 7, સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 18 અને ભાવનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 3માં પેટાચૂંટણી યોજાશે. આ ત્રણેય બેઠકો પર કુલ 17 ઉમેદવારો મેદાનમાં છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
