શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Surendranagar: નર્મદા કેનાલમાંથી મળી આવી આધેડની લાશ,મોતનું કારણ અકબંધ

સુરેન્દ્રનગર: દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આધેડની લાશ મળી આવી છે. આસપાસના લોકોએ કેનાલમાં લાશ તરતી જોતા સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરી હતી.

સુરેન્દ્રનગર: દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આધેડની લાશ મળી આવી છે. આસપાસના લોકોએ કેનાલમાં લાશ તરતી જોતા સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરી હતી. પાલિકાની ફાયર ફાયટર ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને બહાર કાઢી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ વઢવાણ ૮૦ ફૂટ રોડ પર રહેતા ધનજીભાઈ ગમારા હોવાનું બહાર આવ્યું છે. 

Surendranagar: નર્મદા કેનાલમાંથી મળી આવી આધેડની લાશ,મોતનું કારણ અકબંધ

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર થોડા દિવસો પહેલા ઘરેથી ચાલ્યા ગયા બાદ આજે કેનાલમાંથી તેમની લાશ મળી આવી છે. અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હોવાની ચર્ચાઓ છે. જો કે, તેઓ ઘરેથી શા માટે નિકળ્યા હતા તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.

અમરેલીમાં આજે ચલાલા-ખાંભા રોડ પર એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ધારગણીથી વાવડી પાસે એસટી બસએ છકડો રિક્ષાને ટક્કર મારી હતી. ગાંધીનગર કોડીનાર રૂટની એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં છકડો રિક્ષામાં સવાર 4 માંથી બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે. એકને સામાન્ય અને બીજાને ગંભીર ઇજા થઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્તને ભાવનગર વધુ સારવાર અર્થે ખસેડાયા હતા. મૃતદેહ ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લવાયા હતા. પોલીસ દ્વારા આ મુદ્દે વધુ તપાસ હાથ ધરાઈ છે. મૃતકના નામ મુકેશભાઈ સવજીભાઈ તથા સિકંદરભાઈ  (ધારગણી) હોવાનું સામે આવ્યું છે.

Surendranagar: નર્મદા કેનાલમાંથી મળી આવી આધેડની લાશ,મોતનું કારણ અકબંધ

દાહોદમાં એસ ટી બસ, ઇક્કો અને એક્ટિવા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. લીમખેડા હાઇવે પર આ ઘટના બની હતી. એસ ટી બસે એક્ટિવા અને ઇક્કોને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સ્રજાયો હતો. જેમાં એક્ટિવા પર સવાર મહિલાનું મોત થયું હતું, જ્યારે એક્ટિવા ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડ્યા હતા. અમદાવાદથી દાહોદ આવતી એસટીએ બે ગાડીને ટક્કર મારી હતી. રાત્રિ દરમિયાન આ ઘટના બની હતી. પોલીસ અને હાઇવે ઓથોરિટીની ટીમે દોડી આવી કામગીરી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદના વટવા રિંગ રોડ ઉપર ગામડી ચાર રસ્તા પાસે વૃદ્ધ નોકરીથી સાયકલ લઇને ઘરે પરત જઇ રહ્યા હતા અને ગામડી ચાર રસ્તા પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે સમયે આઇસર ટ્રકના ડ્રાઇવરે વૃદ્ધને ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતુ. આ બનાવ અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોધીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

ગામડી ગામમાં  ભાથીજી મંદિર પાસે ઇન્દીરાનગર વિભાગ-૧માં રહેતા અને ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે ટ્રાફિક જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇસર ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના  પિતા  ગુરુવારે રાત્રીના સમયે અસલાલી ખાતે ખાનગી કંપનીમાં સિક્યરિટી ગાર્ડ તરીકેની નોકરી પૂરી કરીને સાયકલ લઇને ઘરે આવી રહ્યા હતા ત્યારે સાયકલ લઇને ગામડી ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા  તે સમયે પુરઝડપે આવી રહેલ આઇસર ટ્રકે તેમને ટક્કર મારી હતી હતી. જેથી તેઓ જમીન પર પટકાતા લોહી લુહાણ બેભાન હાલતમાં  તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. આ ઘટના અંગે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગો'ના તાગડધિન્ના પર્દાફાશBZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલJunagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
શિયાળામાં ઈંડા ખાઓ છો તો સાવધાન, બજારમાં વેચાઈ રહ્યા છે નકલી ઈંડા, આ રીતે ઓળખો
શિયાળામાં ઈંડા ખાઓ છો તો સાવધાન, બજારમાં વેચાઈ રહ્યા છે નકલી ઈંડા, આ રીતે ઓળખો
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
Embed widget