બનાસકાંઠામાં સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની કરાયો ઠાર
ગુજરાતમાં બીએસએફ જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા જોયો હતો.

બનાસકાંઠા: ગુજરાતમાં બીએસએફ જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા જોયો હતો. જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમ છતા તે આગળ વધી રહ્યો હતો. પરિસ્થિતિ જોઈ બીએસએફના જવાનોએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં ઘૂસણખોર ઘટનાસ્થળે જ ઠાર મરાયો હતો.
BSF troops neutralised a Pakistani intruder attempting to enter Indian territory in Banaskantha district, Gujarat, on May 23 during night. BSF troops spotted one suspicious person advancing towards the border fence after crossing the International Border. They challenged the… pic.twitter.com/qQu8pXsaZj
— ANI (@ANI) May 24, 2025
શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતા જોઈ તાત્કાલિક BSF જવાનો દ્વારા તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભારતીય પ્રદેશમાં પ્રવેશ કરતી વખતે જવાનોએ તેને ચેતવણી આપી હતી. છતાં પણ શંકાસ્પદ ઘૂસણખોર અટક્યો નહિ અને આગળ વધી રહ્યો હતો.
BSF દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી અને ચેતવણી બાદ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં પાકિસ્તાની ઘૂસણખોરને ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
હાલ તો સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા ઘૂસણખોરી અંગે વિગતો મેળવી તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઇને સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે.
ગુજરાતના દરિયાઈ વિસ્તારમાંથી ઘૂસણખોરી વધી રહી છે. ત્યારે ગુજરાતના દરિયાકિનારેથી અને કચ્છમાંથી અવાર-નવાર પાકિસ્તાની નાગરિકો ઘૂસણખોરી કરતા ઝડપાતા હોય છે. આ ઘટના સરહદી વિસ્તારોમાં સુરક્ષાની સતર્કતાને દર્શાવે છે. BSFના જવાનો દ્વારા સતત સરહદે નીરિક્ષણ અને કાર્યવાહીથી સરહદ સુરક્ષિત રહે છે.
કચ્છથી પાક માટે જાસૂસી કરનારો ઝડપાયો
ભારત-પાક તણાવ વચ્ચે દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. હાલમાં ગુજરાત ATS એ કચ્છમાંથી સહદેવસિંહ દીપુભા ગોહિલ નામના એક જાસૂસની ધરપકડ કરી છે. તે કચ્છના દયાપરમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો.
પોલીસને બાતમી મળી હતી કે આ હેલ્થ વર્કર પાકિસ્તાની એજન્ટને BSF અને ભારતીય નેવીની કેટલીક ગુપ્ત માહિતી શેર કરે છે. પોલીસે વોચ ગોઠવી હતી અને તેના માટે એક ટીમ બનાવી હતી.




















