શોધખોળ કરો
Advertisement
1 માર્ચેથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, 2જી માર્ચે 7મી વખત નીતિન પટેલ રજૂ કરશે બજેટ
પહેલી માર્ચથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે. પહેલી માર્ચે શરૂ થનાર બજેટ સત્ર 1 એપ્રિલ સુધી ચાલશે. બીજી માર્ચે નાણામંત્રી નિતીન પટેલ બજેટ રજૂ કરશે
1લી માર્ચથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે. પહેલી માર્ચે શરૂ થનાર બજેટ સત્ર 1 એપ્રિલ સુધી ચાલશે. બીજી માર્ચે નાણામંત્રી નિતીન પટેલ બજેટ રજૂ કરશે. 2 માર્ચ અને 3 માર્ચે બજેટ રજૂ થશે. બજેટ સત્રની શરૂઆતમાં રાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ દિવંગત નેતા કેશુભાઇ પટેલ, માધવ સિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે
બજેટ સત્રના પહેલા દિવસે રાજ્યપાલના સંબોધન અને દિવંગત ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપ્યાં બાદ બીજે દિવસથી એટલે કે 2 માર્ચથી અંદાજ પત્ર 2021-22 રજૂ કરાશે. ઉલ્લેખનિય છે કે, નીતિન પટેલ વિધાનસભામાં સાતમી વખત બજેટ રજૂ કરી રહ્યાં છે. આ વખતે બજેટ 2 લાખ કરોડ સુધી પહોંચી જશે તેવી શક્યતા જોવાઇ રહી છે. બજેટ સત્ર દરમિયાન 12 દિવસ વિવિધ વિભાગના પ્રશ્નો અને માંગણી મુદ્દે ચર્ચા થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion