શોધખોળ કરો

૧૬૦૪૫ની ઘટ અને ૮૪૫૨ ખંડેર! ગુજરાતની આંગણવાડીના ચોંકાવનારા આંકડા CAGએ બતાવ્યા

રાજ્યમાં હજારો આંગણવાડી કેન્દ્રોની ઘટ, પોષણ કાર્યક્રમમાં લાભાર્થીઓ વંચિત, જર્જરિત મકાનો અને મૂળભૂત સુવિધાઓનો અભાવ કેગના રિપોર્ટમાં ઉજાગર.

CAG report Gujarat Anganwadi: કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (CAG) દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના (ICDS)ના અમલીકરણ પર કરવામાં આવેલા ઓડિટમાં રાજ્યમાં આ યોજનાની અનેક ખામીઓ સામે આવી છે. રિપોર્ટમાં ૧૬,૦૪૫ આંગણવાડી કેન્દ્રોની ઘટ હોવાનું તેમજ લાખો બાળકો નોંધણીથી વંચિત રહ્યા હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત, સહાય પોષણ કાર્યક્રમ હેઠળ નોંધાયેલા મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભ ન મળ્યો હોવાનું પણ કેગના ધ્યાને આવ્યું છે.

CAGના રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૧૫-૧૬ થી ૨૦૨૨-૨૩ દરમિયાન રાજ્યમાં ૭૭.૭૭ લાખ બાળકોની નોંધણી થવી જોઈતી હતી, પરંતુ તેની સામે માત્ર ૪૦.૩૪ લાખ બાળકો જ નોંધાયા હતા. આ આંકડો યોજનાના અમલીકરણમાં રહેલી ગંભીર ખામીઓ તરફ નિર્દેશ કરે છે. એટલું જ નહીં, સહાય પોષણ કાર્યક્રમ હેઠળ નોંધાયેલા ૪.૬૩ કરોડ લાભાર્થીઓમાંથી ૧૪ ટકા લોકોને લાભ મળ્યો નથી, જે પોષણ કાર્યક્રમના અસરકારક અમલીકરણ પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.

જોકે, સાર્વત્રિક રસીકરણ યોજનામાં વિભાગ દ્વારા ૯૪ ટકા લક્ષ્યાંક સિદ્ધ કરવામાં આવ્યો છે, જે એક સકારાત્મક બાબત છે. પરંતુ, ઓછા વજનવાળા બાળકોના કેન્દ્ર સરકારના ૨ ટકાના લક્ષ્યાંક સામે વર્ષ ૨૦૨૨-૨૩માં આ આંકડો ૧૧.૬૩ ટકા રહ્યો હતો, જે બાળપોષણની સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. જોકે, આ બાબતમાં વર્ષ ૨૦૧૬-૧૭ના ૧૨.૩૩ ટકાની સરખામણીએ થોડો ઘટાડો નોંધાયો છે. રિપોર્ટમાં સગર્ભા સ્ત્રીઓની ઓછી નોંધણી અને તેઓને સગર્ભાવસ્થા દરમિયાન તથા બાળકના જન્મ બાદ યોગ્ય સેવાઓ ન મળી શકવા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

આંગણવાડી કેન્દ્રોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પણ વિભાગ નિષ્ફળ રહ્યો હોવાનું CAGએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે. રાજ્યમાં કાર્યરત ૫૩,૦૨૯ આંગણવાડી કેન્દ્રોમાંથી ૩,૩૮૧ કેન્દ્રો અસ્થાયી જગ્યા પર ચાલી રહ્યા હતા, જ્યારે ૮,૪૫૨ આંગણવાડી કેન્દ્રો જર્જરિત મકાનોમાં કાર્યરત હોવાનું સામે આવ્યું છે. વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૩ દરમિયાન આ કેન્દ્રો માટે નિર્દિષ્ટ બાંધકામ કરવામાં આવ્યું નહોતું.

મૂળભૂત સુવિધાઓની વાત કરીએ તો, રાજ્યના ૧,૨૯૯ આંગણવાડી કેન્દ્રોમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ ન હતી, જ્યારે ૧,૦૩૨ આંગણવાડી કેન્દ્રો પર પીવાના પાણીની સુવિધાનો અભાવ હતો. આ ઉપરાંત, બાળ વિકાસ પરિયોજનાના મહત્વના હોદ્દાઓ પર પણ ખાલી જગ્યાઓ જોવા મળી હતી. ૫૬ ટકા બાળ વિકાસ પરિયોજના અધિકારીઓની જગ્યાઓ અને ૧૪ ટકા મહિલા નિરીક્ષકની જગ્યાઓ ખાલી રહી હતી, જે યોજનાના અસરકારક સંચાલનમાં અવરોધ ઊભો કરી શકે છે.

રાજ્યમાં દિવ્યાંગ બાળકો માટે આંગણવાડી કેન્દ્રોને સુલભ બનાવવા માટે ૧૧ જિલ્લાની ૮૦૭ આંગણવાડીઓમાં રેમ્પ બનાવવા માટે ૨ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા માત્ર ૨૨૦ આંગણવાડીઓમાં જ રેમ્પનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ૯૯ આંગણવાડીઓમાં પીરસવાના વાસણો, રાશનના પેકેટ, બાળકો માટેના સાધનો અને દવાઓની કીટની અછત જોવા મળી હતી. કેટલીક આંગણવાડીઓમાં પાણી અને ઇલેક્ટ્રિક કનેક્શન ન હોવાના કારણે ૬,૭૦૯ વોટર પ્યુરીફાયર ધૂળ ખાઈ રહ્યા હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

CAGનો આ રિપોર્ટ રાજ્યમાં સંકલિત બાળ વિકાસ યોજનાના અમલીકરણમાં રહેલી ગંભીર ખામીઓ તરફ ધ્યાન દોરે છે. આ ખામીઓને દૂર કરવા અને યોજનાને વધુ અસરકારક બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત છે, જેથી રાજ્યના બાળકો અને સગર્ભા મહિલાઓને તેનો યોગ્ય લાભ મળી શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Embed widget