શોધખોળ કરો

Gandhinagar News: સચિવાયલમાં હવે કામ વિના નહીં ફરી શકો, મંત્રીની મુલાકાતે આવતા લોકો પર રહેશે IBની નજર

ગાંધીનગર: સચિવાલયમાં આવતા મુલાકાતીઓ પર હવે IBની નજર રહેશે, કામ વગર હવે માત્ર ફરવા માટે સચિવાલયમાં પરમિશન નહિ મળે,

ગાંધીનગર: સચિવાલયમાં આવતા મુલાકાતીઓ પર હવે  IBની નજર રહેશે, કામ વગર હવે માત્ર ફરવા માટે સચિવાલયમાં પરમિશન નહિ મળે, જો કોઇ વ્યક્તિ  પાસ કઢાવ્યાં વિના ફરતા જોવા મળશે તો પોલીસ અટકાવશે

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આપ હવે સચિવાલયમાં ફરવા નહી જઇ શકો. કોઇ પણ કામ વિના આંટાફેરા કરતા લોકો પર પોલીસની નજર રહેશે. જો જો કોઇ વ્યક્તિ  પાસ કઢાવ્યાં વિના ફરતા જોવા મળશે તો પોલીસ અટકાવશે. ઉપરાંત સચિવાલયમાં આવનાર લોકોની ચકાસણી વધુ કડક કરવામાં આવી છે. તેમજ મંત્રીઓના કાર્યાલયમાં આવતા મુલાકાતીઓ પર પણ  આઇબીની  નજર રહેશે.

Rajkot: રાજકોટમાં તાંત્રિક વિધિમાં પતિ પત્નીએ પોતાના માથા કાપી હવનમાં હોમી દેતા અરેરાટી

રાજકોટ: વીંછીયામાં એક હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. તાંત્રિક વિધિમાં પતિ પત્નીએ બલી આપી છે. દંપતીએ તાંત્રિક વિધિ કરીને જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટના અંગે મૃતકના પિતાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,  છેલ્લા ત્રણ દિવસથી દંપત્તિ તાંત્રિક વિધિ કરતુ હતું. તાંત્રિક વિધિ કરીને બંનેએ પોતાના મસ્તક હવન કુંડમાં હોમી દીધા હતા. તાંત્રિક વિધિની આગલી રાતે દંપત્તિ બાળકોને મામાના ઘરે મૂકી આવ્યું હતું.

વીંછીયામાં પોતાના ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ પત્ની બન્નેએ મસ્તક હવન કુંડમાં હોમી દેવાની ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. પતિ પત્નીની બન્નેની બે સુસાઈડ નોટ પણ ટીંગાળેલી હતી સાથે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ હતો. સૌથી મોટો સાવલ તાંત્રિક વિધિ કરવાની સલાહ આપનાર કોણ છે તે સવાલ ઉભો થઇ રહ્યો છે. હેમુભાઈ ભોજાભાઈ મકવાણા અને તેના પત્ની હંસાબેન હેમુભાઈ  મકવાણાએ કમળ પૂજા કરી જીવન ટૂંકાવ્યું હોવાની વાતને લઈને ચકચાર મચી જવા પામી છે. રાત્રીના સમયે તાંત્રિક પૂજા વિધિ કરીને હવન કુંડમાં પતિ પત્નીએ મસ્તક હોમી દીધા.

ગુજરાત કોંગ્રેસમાં નવા જુનીનાં એંધાણ

ગુજરાત કોંગ્રેસમાં આગામી સમયમાં નવા જુનીનાં એંધાણ છે. વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ બેઠક બોલાવી છે. અમિત ચાવડાની આગેવાનીમાં મળેલ બેઠકમાં પ્રદેશના આગેવાનો હાજર છે. સમગ્ર ગુજરાતમાંથી અમુક લોકોને જ બેઠક માટે આમંત્રણ અપાયું હતું.  ધારાસભ્યો અને હોદ્દેદારો સહિત 50 જેટલા લોકોને મિટિંગમાં બોલાવ્યા છે. ગાંધીનગરની એક હોટલમાં મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય ગેનિબેન ઠાકોર, કિરીટ પટેલ,પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા હાજર છે. પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ જેનિબેન ઠુમ્મર, પ્રદેશના મહામંત્રીઓ સહિતના ગુજરાતના આગેવાનો હાજર છે. 

સુરતના ભટારમાં સગીરે કરી આત્મહત્યા

સુરતના ભટારમાં સગીરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ભટારમાં એક સગીરે આત્મહત્યા કરી હતી. સગીરે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાની આશંકા છે. સગીરે આત્મહત્યા કરતા પરિવારમાં શોકનો માહોલ છે. મૃતકના પિતાનું 15 વર્ષ પહેલા કુદરતી અવસાન થયું હતું. હાલ તો આ મામલે ખટોદરા પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતક સગીરનું નામ મોહિતભાઈ દિનેશભાઇ પટેલ છે. મૃતક સગીર સ્લાઈસના શો રૂમમાં કામ કરતો હતો. માતા અને પુત્ર બંને એક જગ્યા ઉપર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Embed widget