Accident: લીંબડી ધંધુકા રોડ પર પૂરપાટ ઝડપે આવતી કારે સર્જયો અકસ્માત, 1 વ્યક્તિનું મૃત્યુ, 3 ઘાયલ
સુરેન્દ્રનગર: લીંબડી ધંધુકા રોડ પર આજે સવારે અકસ્માતની ઘટના બની હતી. જેમાં કારમાં સવાર એક વ્યક્તિનુ મોત નિપજ્યું છે જ્યારે 3 લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
સુરેન્દ્રનગર: લીંબડી ધંધુકા રોડ પર આજે સવારે અકસ્માતની ઘટના બની હતી. જેમાં કારમાં સવાર એક વ્યક્તિનુ મોત નિપજ્યું છે જ્યારે 3 લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
સુરેન્દ્રનગર નજીક લીંબડી ધંધુકા રોડ પર આજે સવારે કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગૂમવાતા અકસ્માત સર્જાયો હતો.
બોરણા ગામના પાટિયા પાસે આ ધટના બની હતી. અહીં પુરપાટ ઝડપે જઈ રહેલ કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસમાત સર્જાયો હતો. કારમાં સવાર 1 વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય ૩ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા. અકસ્માત બાદ કાર રોડની સાઈડમાં પલટી મારી જતા કારને મોટા પાયે નુકસાન થયું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
Accident: દાહોદમાં ગરબાડા ચોકડી નજીક વહેલી સવારે રીક્ષા લઈને શાકભાજી ખરીદવા નીકળેલા દંપત્તિને ટ્રકે મારી ટક્કર, બંનેના મોત, બાળકનો બચાવ
Accident: રાજ્યમાં ગમખ્વાર અકસ્માતનો સિલસિલો ચાલુ છે. દાહોદના ગરબાડા ચોકડી નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં દંપતિનું મોત થયું અને બાળક ઘાયલ થયો. રીક્ષા ચાલક દંપત્તિ વહેલી સવારે શાકભાજી લેવા માટે નીકળ્યું ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. ઘાયલ બાળકને 108 ની મદદથી સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્ય હાથ ધરી હતી. દંપત્તિના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ
રાજ્યમાં પારો ઉંચકાતા ઠંડીનું પ્રમાણ ઘટી ગયું અને ગરમીનું પ્રમાણ વધતા બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. આ સાથે આગામી 22થી 26 દરમિયાન માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી તાપમાનો પારો ઉચકાયો છે જેથી સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપમાન વધી ગયુ છે. તાપમાનના વધારાને કારણે ઠંડીની અસર ઘટી ગઈ છે અને ગરમીનું પ્રમાણ વધી ગયુ છે. રાજ્યમાં કડકડતી ઠંડી બાદ હવે છેલ્લા ત્રણ ચાર દિવસથી પારો ઉંચકતા ગરમીમાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ ચાર દિવસ મિશ્ર ઋતુનો અનુભવ થશે. આ ઉપરાંત રાજ્યના કેટલાક શહેરોમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ એક ઠંડીનો રાઉન્ડ પણ બાકી છે. હવામાંન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, પશ્ચિમ ભાગોમાં હળવો વરસાદ રહેવાની સંભાવના છે. આગામી 13મી ફેબ્રુઆરીથી વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે.
6 ફેબ્રુઆરીના રોજ તુર્કી અને સીરિયામાં આવેલા 7.7 તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધીમાં કુલ 8000 થી વધુ લોકોના મોત થયા છે. ભૂકંપના કારણે ભારે નુકસાન થયું છે. અનેક ઈમારતો પત્તાના મહેલની જેમ પડી ગઈ છે. તુર્કીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે 6 ફેબ્રુઆરીએ કહરામનમારા વિસ્તારમાં 7.7 તીવ્રતાના ભૂકંપ પછી અત્યાર સુધીમાં કુલ 435 ભૂકંપ નોંધાયા છે. તેમણે કહ્યું કે ભૂકંપ બાદ રાહત અને બચાવ કાર્ય માટે અત્યાર સુધીમાં કુલ 60,217 કર્મચારીઓ અને 4,746 વાહનો અને બાંધકામ સાધનો તૈનાત કરવામાં આવ્યા છે. તુર્કીમાં આવેલા ભૂકંપ બાદ દુનિયાના દેશોએ મદદનો હાથ લંબાવ્યો છે, રાહત અને બચાવ કાર્ય માટે કુલ 70 દેશોની ટીમો તુર્કી પહોંચી છે. પરંતુ તુર્કીનું ખરાબ હવામાન રાહત અને બચાવમાં અવરોધ બની રહ્યું છે.