શોધખોળ કરો

Modasa Accident: મોડાસાના માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી,4 લોકોના મોત

Modasa Accident: અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના બાયપાસ પાસે આવેલા માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકતા 4 લોકોના મોત નીપજ્યા છે.

Modasa Accident: અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના બાયપાસ પાસે આવેલા માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકતા 4 લોકોના મોત નીપજ્યા છે. આ અંગે વિગતે વાત કરીએ તો, મોડાસા ખાતે આવેલા માઝૂમ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં મળતી માહિતી મુજબ આ અકસ્માત રાત્રીના 9:30 વાગ્યાની આજુબાજુના સમયમાં સર્જાયો હોવાની માહિતી સામે આવી હતી. જેમાં મોડાસાના પેલેટ ચોકડી બાજુથી આવતી કાર 40 ફૂટ ઊંડી માઝૂમ નદીમાં પડતા ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જયારે એક યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.  આ સમગ્ર ઘટના બાયપાસ રોડ પર આવેલા માઝુમ નદીના બ્રિજ પરની છે. ઘટનાને લઇ મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. 

મોડાસાના પેલેટ ચોકડી તરફથી આ કાર આવી રહી હતી ત્યારે આ કાર સિઘી માઝૂમ નદીમાંમાં પડતા ચાર યુવકોના મોત નીપજ્યા છે જેમાં કપિલ ઉપાધ્યાય, વિશાલ રાજ, આબીદ મરડીયા, દિપક મેવાડા  નામના વ્યક્તિઓના મોત નીપજ્યા છે.  આ ચારેય યુવકો અંગે વાત કરીએ તો એક યુવક મોડાસાના એક મોશન ટ્યુશન ક્લાસીસ તેમજ ત્રણ લોકો ખાનગી સ્કૂલમાં કરાર આધારિત શિક્ષક તરીકે નોકરી કરતા હતા અને મોડાસા શહેરમાં રહેતા હતા.

પોલીસે મૃતદેહો બહાર કાઢી આ સમગ્ર મામલે  તપાસ હાથ ધરી છે

અકસ્માત સર્જાતા લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો ત્યારે હાલ  ત્યારે સમગ્ર મામલે મોડાસા ફાયરની ટીમ તેમજ સ્થાનિક પોલિસ તેમજ ASP સહીત ટીમ ઘટના સ્થળે પોંહચી આવી હતી અને મૃતદેહો બહાર કાઢી આ સમગ્ર મામલે  તપાસ હાથ ધરી છે. તો આ અંગે પોલીસે જણાવ્યું કે તહેવારના સમયે વાહન ચલાવતી વખતે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

તો બીજી તરફ મોડાસા પાસેના માજુમ નદીના બ્રિજ પર એક કાર નદીમાં ખાબકવાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેને હોસ્પિટલ મોકલવામાં આવ્યો. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકોના મૃત્યુ થયા હતા, જેમના મૃતદેહોને બહાર કાઢીને સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. તે ફાયર વિભાગેે જણાવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Embed widget