શોધખોળ કરો

Chandrayan-3: ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગમાં ગાંધીનગરની આ યુવતીનું પણ મહત્વનું યોગદાન, જાણો કોણ છે કેયુરી પટેલ

ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગથી ભારતની યસ કલગીમાં  વધુ એક ઉમેરો થયો છે. જી હાં,  ચંદ્રયાન-3ના લેન્ડરમાં ગાંધીનગરની યુવતી કેયુરી પટેલે મહત્વનો ફાળો આપ્યો છે. કોણ છે કેયુરી પટેલ જાણીએ

ગાંધીનગર : 23 ઓગસ્ટે ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સફળ લેન્ડિંગ કરીને અંતરિક્ષમાં ઇતિહાસ રચી દીધો. અહીં પહોંચનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે.  આ સફળતામાં એક ગુજરાતી મહિલા  વૈજ્ઞાનિકનો પણ મહત્વનો ફાળો છે. કોણ છે ગુજરાતનીએ પ્રતિભા જાણીએ... 

23 ઓગસ્ટ ભારતની અંતરિક્ષની સિદ્ધિ માટે મહત્વપૂર્ણ રહ્યો. ચંદ્રયાન -3એ ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સફળ લેન્ડિંગ કરીને  અંતરિક્ષની દુનિયામાં વિક્રમ સર્જી દીધો છે.ભારત  ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનાર દુનિયાનો સૌ પ્રથમ દેશ બની ગયો છે. આ મૂન મિશનમાં ગુજરાત ઇસરોનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે.

Chandrayan-3: ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગમાં  ગાંધીનગરની આ યુવતીનું પણ મહત્વનું યોગદાન, જાણો કોણ છે કેયુરી પટેલ

ગાંધીનગરની દીકરી કેયુરી પટેલે ચંદ્રયાન ત્રણ માટે લેન્ડરની ડિઝાઇન તૈયાર કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. નાનપણથી જ ભણવામાં હોશિયાર અને સાયન્સમાં રુચિ ધરાવનાર કેયુરી પટેલે નિરમા યુિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલિસ્ટ  વિદ્યાર્થિની છે. બેંગ્લોરમાં મળેલ મોટા પેકેજની નોકરી છોડીને કેયુરી પટેલે ઇસરોના કામ કરવાનું  પસંદ કર્યું.ઇસરોમાં કાર્યરત કેયુરીએ લેન્ડરના અલગ અલગ ભાગની ડિઝાઇન તૈયાર કરવામાં મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે.

Chandrayan-3: ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગમાં  ગાંધીનગરની આ યુવતીનું પણ મહત્વનું યોગદાન, જાણો કોણ છે કેયુરી પટેલ

.ઉપરાંત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કઈ જગ્યાએ લેન્ડરે ઉતરાણ કરવું અને રોવર ને ક્યારે  બહાર લઈ જવું એ માટેનું મહત્વનું કામ ગાંધીનગરની દીકરી કેયુરી પટેલે કરીને ગુજરાતનું  ગૌરવ વધાર્યું છે. અમદાવાદ ઇસરોના ડાયરેક્ટર દેસાઈ સાહેબની આગેવાનીમાં કેયુરી પટેલને લેન્ડરનું  બ્રેઇન કરી શકાય તેવા એક પાર્ટ બનાવવાની  જવાબદારી સોંપવામાં આવી હતી.

Chandrayan-3: ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગમાં  ગાંધીનગરની આ યુવતીનું પણ મહત્વનું યોગદાન, જાણો કોણ છે કેયુરી પટેલ

ઇસરોના ડિજિટલ ડિઝાઇન વિભાગમાં  વર્ષ 2017થી કામ કરતી કેયૂરી પટેલે આ મિશન માટે દિન રાત મહેનત કરી હતી અને  પોતાના પરિવારને પણ તે  સમય આપી શકી ન હતી. ચંદ્રયાનના સફળ લેન્ડિંગથી કેયુરી પટેલનો પરિવાર પણ ગર્વ સાથે ખુશીની લાગણી અનુભવી રહ્યો છે. માત્ર કેયુરી પટેલ જ નહી પરંતુ ચંદ્રયાન -3ના સફળ લેન્ડિંગમાં ગુજરાત ઇસરોનો પણ મહત્વ પૂર્ણ ફાળો છે. 

ભારતે ચંદ્ર પર તિરંગો ફરકાવી દીધો છે. મૂન મિશન ચંદ્રયાન-3 એ બુધવારે (23 ઓગસ્ટ) સાંજે 6:40 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને દેશની જનતાએ આ દ્રશ્ય લાઈવ જોયું હતું. આ પછી દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર ચંદ્રયાન-3 ના સોફ્ટ લેન્ડિંગ પછી રોવર પ્રજ્ઞાન પણ લેન્ડર વિક્રમમાંથી બહાર આવ્યું. લેન્ડિંગના લગભગ 2.30 કલાક પછી પ્રજ્ઞાન બહાર આવ્યું. પ્રજ્ઞાને ચંદ્ર પર અશોક સ્તંભ અને ઈસરોના નિશાન છોડી દીધા છે.

ઈસરોના જણાવ્યા અનુસાર રોવર પ્રજ્ઞાન લેન્ડર વિક્રમમાંથી બહાર આવી ગયું છે અને તેણે ચંદ્ર પર અશોક સ્તંભ અને ઈસરોના પગના નિશાન છોડી દીધા છે. પ્રજ્ઞાન હવે ચંદ્ર પર 14 દિવસ સુધી અભ્યાસ કરશે અને ડેટા એકત્રિત કરીને લેન્ડર વિક્રમને મોકલશે. અહીંથી ઈસરોના વૈજ્ઞાનિકોને તમામ માહિતી મોકલવામાં આવશે.

ભારતને આ સિદ્ધિ બદલ અમેરિકા, યુરોપ, રશિયા અને પાડોશી દેશ પાકિસ્તાનમાંથી પણ અભિનંદન મળી રહ્યા છે.ઈસરોની આ સિદ્ધિને અવકાશ ઈતિહાસની 'અતુલ્ય' ક્ષણ તરીકે ઓળખવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી

Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

Embed widget