ફિઝીયોથેરાપી સારવાર સમાજમાં બધાનું જીવન સુખાકારી બનાવે છે: અશોકભાઇ પટેલ
ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ યુનિવર્સીટી) સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝીયોથેરાપી (ARIP) નો 12મો વાર્ષિકોત્સવ ગુરૂવારે ચારુસેટ કેમ્પસમાં ઉજવાયો હતો.

ચાંગા: ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ યુનિવર્સીટી) સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝીયોથેરાપી (ARIP) નો 12મો વાર્ષિકોત્સવ 12મી જાન્યુઆરી, ગુરૂવારે ચારુસેટ કેમ્પસમાં ઉજવવામાં આવ્યો હતો.
આ વાર્ષિકોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝીયોથેરાપી (ARIP) ના ચીફ પેટ્રન અશોકભાઇ પટેલ અને શ્રીમતી રીટાબેન પટેલ (CHANGA ANAND/USA) ઉપસ્થિત રહ્યા હતા. અતિથિવિશેષ તરીકે ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ઓફ ફિઝીયોથેરાપી (GSCPT) ના પ્રમુખ અને ગવર્નમેન્ટ ફિઝીયોથેરાપી કોલેજ-અમદાવાદના પ્રિન્સિપાલ ડો. યજ્ઞા શુક્લા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત માતૃસંસ્થા-CHRFના પ્રેસિડેન્ટ નગીનભાઇ પટેલ, માતૃસંસ્થા- કેળવણી મંડળ-CHRFના સેક્રેટરી ડૉ. એમ. સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ, કેળવણી મંડળના સહમંત્રી શ્રીમતી મધુબેન પટેલ, CHRFના ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલ, CHRFના સહમંત્રી ધીરુભાઈ પટેલ, એડવાઈઝર ડો. બી. જી. પટેલ, પ્રિ. આર. વી. પટેલ, માતૃસંસ્થા- કેળવણી મંડળ-ચારુસેટ-CHRFના પદાધિકારીઓ, વિવિધ કોલેજોના પ્રિન્સિપાલ-ડીન, ફેકલ્ટી, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં પ્રાર્થના અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો. ARIP ના ડો. પ્રકાશે સ્વાગત પ્રવચન કરતાં ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપ્યો હતો. ભુતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના સ્મરણો રજૂ કર્યા હતા. આ ઉપરાંત ફિઝીયોથેરાપીની સારવારથી મોતના મુખમાંથી બચીને ઊગરેલા દર્દીઓએ સફળતાની ગાથા રજૂ કરી હતી.
કેળવણી મંડળ-ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ અને ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાયે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા,
ARIPના પ્રિન્સિપાલ ડો. એમ. બાલાગણપતિએ અશોક અને રીટા પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફિઝીયોથેરાપીના છેલ્લા 3 વર્ષના વાર્ષિક અહેવાલની રજૂઆત કરી હતી. તેમણે કોલેજની સિદ્ધિઓની ઝાંખી કરાવી હતી. જણાવ્યું હતું કે અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝીયોથેરાપી (ARIP)માં બેચલર-માસ્ટર્સ-પીએચ.ડી. ફિઝીયોથેરાપી પ્રોગ્રામ ઉપલબ્ધ છે.
આ વાર્ષિકોત્સવમાં સ્પોર્ટ્સ-કલ્ચરલ-એકેડેમીક પ્રવૃતિઓમાં સિદ્ધિ હાંસલ કરવા બદલ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ સહિત કુલ 150 ઉપરાંતને મોમેન્ટો-સર્ટિફિકેટ એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા.
અતિથિવિશેષ ડો. યજ્ઞા શુક્લાએ સંસ્થાની પ્રગતિ અને સિધ્ધિઓ નિહાળી આનંદ વ્યક્ત કરતાં જણાવ્યુ કે આજની યુવા પેઢીમાં શક્તિ, સર્જનાત્મકતા અને કૌવત છે જેનો સમાજ સેવા માટે ઉપયોગ કરવો જોઈએ. ચારુસેટ યુવા પેઢીનું આ દૈવત બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે વિદ્યાર્થીઓને THINK OUT OF THE BOX રૂટિન કરતાં કઇંક નવીન કરવાનું વિચારવાની ટેવ પાડવા અનુરોધ કર્યો હતો.
ચીફ પેટ્રન અશોકભાઇ પટેલે વિદ્યાર્થીઓને આશીર્વચન આપતા જણાવ્યુ કે બીજાનું જીવન શ્રેષ્ઠ કરવાનો ધ્યેય વિદ્યાર્થીઓએ રાખવો જોઈએ તો ભવિષ્યમાં તે સમાજસેવા ઊગી નીકળશે. વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં સમાજસેવા કરવી જોઈએ જેના થકી લોકોને નવું જીવનદાન પ્રાપ્ત કરવામાં સહાયરૂપ થશે. ફિઝીયોથેરાપી બધાનું જીવન સુખાકારી બનાવે છે જેનો આનંદ છે. તેમણે કહ્યું કે ARIP ગુજરાતની કુલ 77 ફિઝીયોથેરાપી કોલેજોમાં GSIRFમાં 4 સ્ટાર રેંકિંગ ધરાવે છે તે બદલ અભિનંદનને પાત્ર છે. સમાજ માટે આપણી સંસ્થા લાભદાયી બને તેવો અનુરોધ કર્યો હતો.
માતૃસંસ્થા- કેળવણી મંડળ-CHRFના સેક્રેટરી ડો. એમ. સી. પટેલે ARIPના દાતા અશોકભાઈ અને રીટાબેન પટેલ પ્રત્યે આભાર વ્યકત કર્યો હતો અને કહ્યું કે ચારુસેટ બ્રાન્ડ ગ્લોબલ લેવલે ઊભરી છે જેના બે મેગા પ્રોજેકટ ચારુસેટ યુનિવર્સિટી અને ચારુસેટ હોસ્પિટલ છે ત્યારે વૈશ્વિક કક્ષાએ સ્થાન પીઆરપીટી કરે તેવા પ્રોજેકટો કરવા અપીલ કરી હતી. ભવિષ્યમાં મેડિકલ કોલેજનું સપનું સાકાર કરવા માટે સૌને સહિયારી પ્રયાસ કરવા અને કેમ્પસ સાથે કાયમ નાતો રાખવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.
આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રતન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમારંભનું સુંદર સંચાલન એસોસિયેટ પ્રોફેસર ડો. ધ્રુવ દવે અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. માનસી સોનીએ કર્યું હતું. ARIPના પ્રિન્સિપાલ ડો. એમ. બાલાગણપતિના માર્ગદર્શન હેઠળ આયોજિત સમગ્ર વાર્ષિકોત્સવ તમામ ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓના સહયોગથી સફળતાથી પૂર્ણ થયો હતો.





















