શોધખોળ કરો
Advertisement
પંચમહાલમાં હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારતાં ધુમાડા નીકળ્યાં, લોકોમાં દોડધામ
પંચમહાલમાં ટેન્કરે પલટી મારી હોય તેવી ઘટના સર્જાઈ છે. પંચમહાલમાં ઘોઘંબાના પરોલી-હાલોલ રોડ પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ
પંચમહાલમાં ટેન્કરે પલટી મારી હોય તેવી ઘટના સર્જાઈ છે. પંચમહાલમાં ઘોઘંબાના પરોલી-હાલોલ રોડ પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ટેન્કર પલટી મારતાં જ કેમિકલના ધૂમાડા નિકળતાં આસપાસના રહીશોને મકાન ખાલી કરાવ્યા હતાં.
આજે સવારે પંચમહાલમાં ઘોઘંબાના પરોલી-હાલોલ રોડ પર અચાનક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. ટેન્કર પલટી મારતાં કેમિકલના ધુમાડા નીકળતાં આસપાસના રહીશોને મકાન ખાલી કરાવવામાં આવ્યા છે. કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારતાં જ અંદરથી ધુમાડો નિકળતાં જ લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
ટેન્કરમાંથી નીચે પડતાં કેમિકલને લઈને વાતાવરણમાં ધુમાડા જોવા મળ્યા હતાં. આ ઘટના સર્જાયા બાદ રાજગઢ પોલીસ અને મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. ટેન્કરમાં એસિડ ભર્યું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
ટેન્કર પલટી મારતાં હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટના સર્જાયા બાદ ટેન્કરમાંથી ધુમાડા નીકળતાં લોકો ગભરાઈ ગયા હતા અને દોડધામ મચી હતી. આસપાસના રહીશોને મકાન ખાલી કરાવ્યા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion