(Source: ECI/ABP News/ABP Majha)
Arvind kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના ખેડૂતો માટે કરી સૌથી મોટી જાહેરાત
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજીરીવાલ બે દિવસ ગુજરાત મુલાકાતે આવ્યા છે. આજે તેઓ પોરબંદર એરપોર્ટ પર ઉતરી ત્યાંથી દેવભૂમિ દ્વારકા પહોંચ્યા હતા.
Arvind Kejriwal Gujarat Visit: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજીરીવાલ બે દિવસ ગુજરાત મુલાકાતે આવ્યા છે. આજે તેઓ પોરબંદર એરપોર્ટ પર ઉતરી ત્યાંથી દેવભૂમિ દ્વારકા પહોંચ્યા હતા. અહીં તેમણે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતના ખેડૂતોને 12 કલાક વિજળી આપવાની મહત્વની જાહેરાત કરી છે. કેજરીવાલે ગુજરાતના ખેડૂતોને એમએસપીની ગેરેન્ટી આપી. પાંચ પાકની ગેરેન્ટી આપી .ઘઉ, ચોખા,કપાસ ચણા અને મગફળીને એમએસપીના ભાવે ખરીદવાની ગેરેન્ટી આપી. ખેતી માટે વીજળી દિવસે આપવાની જાહેરાત કરી. 12 કલાક વીજળી આપીશું. જમીનોના સર્વે રદ કરવામાં આવશે અને ખેડૂતો સાથે મળીને નવો સર્વે કરવામાં આવશે.
ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે
મુખ્યમંત્રી અરવિંદ કેજીરીવાલે કહ્યું, નર્મદાના કેચમેન્ટ એરિયામા પાણી આપવામાં આવશે. ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવશે. જો ખેડૂતોનો પાક ખરાબ થશે તો એક એકરના 20 હજાર લેખે સહાય ચૂકવવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે, અમારી સાથે ભગવાન શ્રીકૃષ્ણ છે. ઈશુદાન ગઢવીએ કહ્યું કે, હું એલાન કરું છું કે, આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે. ખેડૂત કહેશે ત્યાં જ વીજકંપનીના થાંભલા નાખવામાં આવશે.
સીએમ કેજરીવાલે ગુજરાતની જનતાને અનેક વચનો આપ્યા છે
સીએમ કેજરીવાલે અત્યાર સુધીમાં ગુજરાત માટે અનેક 'ગેરંટી' જાહેર કરી છે, જેમાં દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી, રૂ. 3,000નું બેરોજગારી ભથ્થું, 10 લાખ સરકારી નોકરીઓ, બધા માટે મફત અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ અને સરકારી શાળાઓમાં મફત શિક્ષણ અને મહિલાઓ માટે 1,000નું ભથ્થું સામેલ છે.
કેજરીવાલે આ દાવો કર્યો છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે દિલ્હી વિધાનસભામાં મોટો દાવો કર્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં જણાવ્યું હતું કે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના નિવાસસ્થાને દરોડા પાડ્યા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ની વોટ ટકાવારીમાં ચાર ટકાનો વધારો થયો છે. આ દરમિયાન સીએમ કેજરીવાલે કહ્યું કે, નકલી કેસ કરીને ભાજપને શું મળે છે? તમે દેશનો સમય બગાડો છો. હા, મનીષ સિસોદિયા પર દરોડા પડ્યા ત્યારથી ગુજરાતમાં અમારો વોટ શેર 4 ટકા વધ્યો છે, જો તમે ધરપકડ કરશો તો વોટ શેર વધુ 6 ટકા વધશે.