શોધખોળ કરો

City Bus : ગુજરાત સરકારનો સિટી બસ સેવાને લઈને મોટો નિર્ણય, કયા ત્રણ શહેરોમાં શરૂ થશે CNG- ઇલેક્ટ્રિક બસ સેવા

મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે રાજકોટ મહાનગરપાલિકા, સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજ નગરપાલિકાને બસ સેવા સંચાલન માટે કુલ રૂ. ૧ર૧ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે. 

ગાંધીનગર: શહેરી પરિવહન વ્યવસ્થા સુદ્રઢ કરતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય સામે આવ્યો છે.  મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે રાજકોટ મહાનગરપાલિકા, સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજ નગરપાલિકાને બસ સેવા સંચાલન માટે કુલ રૂ. ૧ર૧ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે. રાજકોટ મહાનગરમાં પ૦ ઇલેક્ટ્રીક બસોનું સંચાલન થશે, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકામાં ૩ર CNG બસોનું સંચાલન અને ભૂજ નગરપાલિકામાં રર CNG બસોનું સંચાલન થશે. 

મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત પ૦૦ ઇલેક્ટ્રીક અને ૬૮૯ CNG બસો મળી અત્યાર સુધી ૧૧૮૯ બસોને મંજૂરી અપાઇ છે. આઠ મહાનગરો અને ‘અ’ વર્ગની રર નગરપાલિકાઓ માટે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા યોજના રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના એક મહાનગર અને બે નગરોમાં જાહેર પરિવહન સુવિધા વધુ સુદ્રઢ કરવાના અભિગમથી મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે કુલ ૧ર૧ કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ સંદર્ભમાં તેમણે રાજકોટ મહાનગરપાલિકાને પ૦ ઇલેક્ટ્રીક બસના કોન્ટ્રાક્ટ બેઇઝડ સંચાલન માટે ૧૦ વર્ષ માટે કુલ મળીને રૂ. ૯૧ કરોડ રપ લાખ ફાળવવાની સૈદ્ધાંતિક અનૂમતિ આપી છે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાને ૩ર CNG સિટી બસના કોન્ટ્રાક્ટ બેઇઝ્ડ સંચાલન માટે ૭ વર્ષ માટે કુલ ર૦ કરોડ ૪૪ લાખની રકમ અનુદાન પેટે ફાળવવા પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.  એટલું જ નહિ, કચ્છની ભૂજ નગરપાલિકાને પણ રર સિટી બસ સેવાના સંચાલન માટે પાંચ વર્ષ માટે  કુલ રૂ. ૯ કરોડ ૦૩ લાખ ૩૭ હજારના અનુદાનની ફાળવણી માટે ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 

રાજ્યના ૮ મહાનગરો અને નગરપાલિકા વિસ્તારોમાં વધતી જતી વસ્તી અને વાહનોની સંખ્યાને કારણે ટ્રાફિક સમસ્યા, પાર્કિંગની સમસ્યા તેમજ દિન-પ્રતિદિન વાયુ પ્રદુષણ પણ વધતું જાય છે. રોડ અકસ્માતો અને અસલામત પરિવહનની પણ સમસ્યા વિકટ બની છે. રાજ્ય સરકારે આ બધી જ બાબતોના સુચારૂ નિવારણ રૂપે અને શહેરી જનસંખ્યાને સરળ, સલામત અને સસ્તી જાહેર પરિવહન સેવા સુવિધા પૂરી પાડવા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યમાં શરૂ કરેલી છે

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યની ૮ મહાનગરપાલિકા તથા ‘અ’ વર્ગની રર નગરપાલિકા વિસ્તારમાં સામાન્ય નાગરિકોને બસ સુવિધાનો વધુને વધુ લાભ મળે તેવા ઉદાત્ત અભિગમથી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં PPP ધોરણે શરૂ કરાયેલી આ મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા યોજના હેઠળ પ૦૦ ઇલેક્ટ્રીક અને ૬૮૯ CNG બસો મળી ૧૧૮૯ બસોને અત્યાર સુધીમાં રાજ્ય સરકારે મંજૂરી આપી છે.
 
તદઅનુસાર, અમદાવાદ-૬રપ, વડોદરા-પ૦, સુરત-૪૦૦, જુનાગઢ-રપ અને જામનગર-૧૦ એમ ૧૧૧૦ બસ માટેની મંજૂરી તથા ‘અ’ વર્ગની રર નગરપાલિકાઓ પૈકી ૮ નગરપાલિકાઓમાં ૭૯ બસ માટેની મંજૂરીનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન GUDM મારફતે રાજકોટ મહાનગરપાલિકા, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકા અને ભૂજ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે સંબંધિત મહાનગર-નગરમાં બસ સેવાની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલે આ ત્રણેય દરખાસ્તોને સૈદ્ધાંતિક મંજૂરી આપતા આ સ્થળોએ PPP ધોરણે બસોના કોન્ટ્રાક્ટ બેઇઝ સંચાલન માટેનો માર્ગ સરળ બન્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
આગામી 12-18 મહિનામાં નોકરીઓ માટે ખુલશે જેકપૉટ, બે લાખ પદો પર થશે ભરતી
આગામી 12-18 મહિનામાં નોકરીઓ માટે ખુલશે જેકપૉટ, બે લાખ પદો પર થશે ભરતી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Smart Meter Protest | સ્માર્ટ મીટરનો કકળાટ | ગ્રાહકને 10 જ દિવસ રૂ. 2 હજારનું બીલ?Mahisagar Marriage | 75 વર્ષના દાદા બન્યા ‘વરરાજા’, પોતાના લગ્નમાં મન મૂકીને નાચ્યાRajkot News । રાજકોટમાં આયુષ્યમાન યોજનામાં કૌભાંડનો કેસ આવ્યો સામેBharuch News । ભરૂચના અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર સર્જાયો ટ્રાફિકજામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
આગામી 12-18 મહિનામાં નોકરીઓ માટે ખુલશે જેકપૉટ, બે લાખ પદો પર થશે ભરતી
આગામી 12-18 મહિનામાં નોકરીઓ માટે ખુલશે જેકપૉટ, બે લાખ પદો પર થશે ભરતી
BSNLએ લોન્ચ કર્યા બે સસ્તા પ્લાન, માત્ર 58 અને 59 રુપિયામાં મળશે અનેક બેનિફિટ્સ!
BSNLએ લોન્ચ કર્યા બે સસ્તા પ્લાન, માત્ર 58 અને 59 રુપિયામાં મળશે અનેક બેનિફિટ્સ!
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
દમણના કચીગામમાં દિપાલી બારમાં એક યુવકની હત્યાથી ખળભળાટ, જાણો વધુ વિગતો 
દમણના કચીગામમાં દિપાલી બારમાં એક યુવકની હત્યાથી ખળભળાટ, જાણો વધુ વિગતો 
UPSSSC JA Recruitment 2024: જૂનિયર એનાલિસ્ટની પોસ્ટ માટે અરજી કરવાની આજે છેલ્લી તક, તાત્કાલિક કરો અરજી
UPSSSC JA Recruitment 2024: જૂનિયર એનાલિસ્ટની પોસ્ટ માટે અરજી કરવાની આજે છેલ્લી તક, તાત્કાલિક કરો અરજી
Embed widget