શોધખોળ કરો

ગુજરાતમાં ધોરણ 9થી 11 ના વર્ગો સોમવારથી શરૂ થઈ જશે ! જાણો રાજ્ય સરકાર ક્યારે લેશે નિર્ણય

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક પણ મળશે.

રાજ્યમાં હવે સોમવારથી ધોરણ 9થી 11ની સ્કૂલો અનલોક થાય તેવી સંભાવના છે. રાજ્યમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવતા ધોરણ 12ની સ્કૂલો અને કોલેજોમાં 15 જુલાઈથી ઓફલાઈન શિક્ષણ શરુ કરાયું છે. એવામાં શક્યતા છે કે આજે મળનાર રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ધોરણ 9થી 11ની સ્કૂલો ચાલુ કરવા પર પરામર્શ કરવામાં આવશે.

સરકારે કોવિડ ગાઈડલાઈન પ્રમાણે ધોરણ 12 અને કોલેજના વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવતા સમયે વાલીની સંમતિપત્ર મેળવવું ફરજિયાત કર્યુ છે. ત્યારે જો સોમવારથી ધોરણ 9થી 11ના વર્ગો શરુ થશે તો. તેમાં પણ વાલીઓની સંમતિ જરુરી બનશે.

તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક પણ મળશે. જો કે મુખ્યમંત્રી બે દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે હોવાથી મુખ્યમંત્રીના આગમન બાદ બપોરે 12 વાગ્યે કેબિનેટની બેઠક મળશે. જેમાં રાજ્યમાં હાલની કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશનની સ્થિતિની સાથે સાથે ધોણ 12 અને ઉચ્ચ અભ્યાસક્રમોની સાથે આગામી સમયમાં ધોરણ નવથી 11ના વર્ગો ચાલુક રવા અંગે પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

આ સિવાય કેબિનેટની બેઠકમાં અગાઉ મંત્રીઓને સોંપવામાં આવેલ જિલ્લાઓ અને જિલ્લાઓમાં કરેલા પ્રવાસ અને તેમના મુદ્દા પર ચર્ચા થશે. સાથે જ ઓગસ્ટ મહિનામાં સરકારની પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમ અંગે પણ આખરી ઓપ અપાઈ શકે છે.

મુખ્યમંત્રીએ જૂનાગઢના એક કાર્યક્રમ બાદ નિવેદન આપ્યું હતું કે આગામી દિવસોમાં કેબિનેટની બેઠકમાં ચર્ચા કરી ઓફલાઈન પ્રાથમિક શિક્ષણ શરૂ કરવાનો પણ સંકેત આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે ધોરણ 9માં અંદાજે 6 લાખ અને ધોરણ 11માં 8 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે.

ગુજરાતમાં કોરોના કેસ

ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 28 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 50 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.73 ટકા થયો છે.

વડોદરા શહેરમાં 8, અમદાવાદ શહેરમાં 4, સુરત શહેરમાં 4, આણંદમાં 2, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, સુરત, વડોદરા, વલસાડમાં 1-1 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ, અમરેલી,  અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર  અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Embed widget