શોધખોળ કરો
Advertisement
આગામી દિવસોમાં રાજ્યભરમાં તબક્કાવાર 900 CNG સ્ટેશન કાર્યરત કરવાનો લક્ષ્યાંક: CM વિજય રૂપાણી
ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં 900 જેટલા CNG સ્ટેશનો કાર્યરત કરવાનો લક્ષ્યાંક રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં 900 જેટલા CNG સ્ટેશનો કાર્યરત કરવાનો લક્ષ્યાંક રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદૂષણ મુક્ત બને તે દિશામાં પહેલ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે CNG સહભાગી યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં 164 નવા સીએનજી સ્ટેશન કાર્યરત કરવાના લેટર ઓફ ઇન્ટેટનો ઇ-વિતરણ સમારોહ યોજાયો હતો. છેલ્લા બે વર્ષ દરમિયાન 384 નવા સીએનજી સ્ટેશનો ઉભા થઇ ગયા છે હવે રાજ્યમાં વાહનચાલકોને સરળતાથી સીએનજી મળી રહેશે.
ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણના પડકાર સામે ઝીરો-ટોલરન્સ નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 23 વર્ષ દરમિયાન 542 સીએનજી સ્ટેશનો કાર્યરત થયા છે પરંતુ પાછલા બે વર્ષ દરમિયાન નવા 384 સીએનજી સ્ટેશનો ઉભા થયા છે. આગામી દિવસોમાં રાજ્યભરમાં તબક્કાવર 900 જેટલા CNG સ્ટેશનો કાર્યરત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement